________________
થયા થકા ગુર્વાભાસ સરખા છે, માત્ર ભવાભિનંદીપણાથી પ્રમાદ અને ઉત્સત્રની પ્રરૂપણા વડે જાતે નાશ પામે છે. અને શુધ્ધ ધર્મના અપહાર વડે બીજાઓનો પણ નાશ કરે છે. એ પ્રમાણે તેવા ગુરુઓ બધીજ રીતે દૂર કરવા યોગ્ય છે. કહ્યું છે કે:- આથી મોટું પાપ કયું શું) છે. અજ્ઞાનથી તે મૂઢ જાતને ડૂબાડે છે. એટલું જ નહિ પણ ભોળા સહચારીઓને પણ મિથ્યાત્વરૂપ અંધકૂપમાં પાડે છે. ઈતિ નટદષ્ટાંતની વિચારણા થઈ. (૬)
(૭) હવે ગાયની ઉપમા દ્વારા વિચારણા કરે છે - ધેન - નવી જન્મેલી ગાય તે જે ઘાસ વિ. ખાય છે. તેનું તે દૂધ – ઘી બનાવે છે. પરોપકારને માટે દર વર્ષે બચ્ચાને જન્મ આપે છે. એ પ્રમાણે કેટલાક ગુરુઓ નિર્દોષ નિરસ આહાર પાણી આદિ માત્ર લેનારા છે. સુવિશુધ્ધ પ્રકૃતિવાળા દુધ – ઘી આદિ ઉપમાવાળા શુધ્ધ ધર્મ માર્ગના ઉપદેશ વડે અન્ય ઉપર સતત્ ઉપકાર કરનારા છે. વાછરડાની ઉપમા જેવા સમ્યક્મરણ કરણ (ચારિત્ર અને ક્રિયા) અનુષ્ઠાન આદિને જન્મ આપનારા છે. (બીજામાં તે ઉત્પન્ન કરનારા છે) શ્રી પરદેશી રાજાના પ્રતિબોધક શ્રી કેશીગણધરની જેમ તેઓ યોગ્ય છે. કહ્યું છે કે મહાવ્રતને ધરનારા ધીર, ભીક્ષા માત્રથી જીવન નિર્વાહ કરનારા, સામાયિકમાં રહેલા, ધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓ માન્ય છે.
જેવી રીતે ધેનુ ને આપેલ ઘાસ વિ. પણ દૂધ – ઘી વિ. રૂપે પરિણમે છે એ પ્રમાણે એઓને થોડું પણ આપેલું અનંત ફલને આપનારું બને છે. શ્રી ઋષભદેવે સાર્થવાહના પ્રથમ ભાવમાં વિહાર કરતાં શ્રી ધર્મઘોષસૂરિ આદિને જેમ આપ્યું હતું તેમ ઈતિ ધેનુના દૃષ્ટાંતની વિચારણા થઈ. (૭)
(૮) હવે મિત્રની ઉપમા દ્વારા સમજાવે છે. - સખા - મિત્ર ને જેવી રીતે પોતાના હૃદય સરખા મિત્રને આકર્ષણ કરવા વડે જ, નહિ કે વળી ધનાદિની લાલચથી અથવા જીવન આદિના કારણથી પ્રવર્તે છે. મર્યાદા પૂર્વક મિત્રના હિતમાં પ્રવર્તે છે. કુપ્રવૃત્તિથી પાછો ફેરવે છે. આપત્તિમાં આવેલાને બચાવે છે. તેના અપવાદો (અવગુણ) ને છુપાવે છે અને તેના ગુણો ને પ્રગટ કરે
કહ્યું છે કે :- પાપને દૂર કરે છે. અને હિત માટે પ્રયત્ન કરે છે.
IણીમચાચAષauhaanikarniiiiiiiianissananaaaaaaaaaaaaaataluપvidualuપયાશaaaaaaaaaaaaaધીની
શિaaaaaaaaaaaa888888888888888888888888888ાશાસ્થા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૬
શanagaaaaaaaaaaazક્ષaa%
aa