________________
જેવા પવિત્ર ઉપદેશ વડે શ્રાવકો ઉપર ઉપકાર કરતાં નથી.
કહ્યું છે કે - જેઓએ ઉત્પન્ન કર્યો નથી. પોષેલો નથી, વેચાતો લીધો નથી, ઘરેણે રાખેલો નથી. પૂર્વે જોયેલો નથી. સંબંધી નથી. હાલો નથી. ખુશી કરેલો નથી. એવા પણ મહાનીચમાં નીચ તથા કરેલ છે, મુનિપણાનો ડોળ જઓએ એવા કુગુરુઓ વડે કરીને નાઘેલા પશુની જેમ બળાત્કારે આ લોક વહન કરાય છે. માટે હા ! હા! આ જગત નાયક વિનાનું છે. અહીંયા ભૌતિક શિષ્યનું ઉદાહરણ આપતાં કહે છે કે,
( ભૌતિક શિષ્ય)
ગોદ ગામમાં સરક નામના ભૌતિક આચાર્ય છે. તેને ઘણા શિષ્યો છે પરંતુ તે કંઈપણ ભણતાં નથી, ગણતાં નથી અને ક્રિયા પણ કરતાં નથી. પરંતુ નિદ્રા, વાર્તા, વિકથા વિ. માં તત્પર બની રહે છે. તો પણ ત્યાં રહેલાં ઘણા મૂર્ખલોકો તેના ગુણથી રાજી થયેલા હું પહેલા હું પહેલા કરીને તેઓને ભોજન, વસ્ત્રાદિ ઘણા આદર પૂર્વક આપે છે. તેથી કરીને રોજ ઈચ્છા મુજબના આહાર વિહારાદિ કરવાથી પાડા જેવા પુષ્ટ શરીરધારી બન્યા.
પછી એક વખત તે ગામમાં રહેલા ગ્રામ્ય કવિ એવા બ્રાહ્મણને ગામમાં ઘણું માંગવા છતાં કંઈપણ ન મળવાથી તેઓને જોઈને આશ્ચર્ય પામેલા તેણે આશ્ચર્ય પૂર્વક એક શ્લોક રચ્યો ભરડા, ઠગારા તથા ચક્કા એવા આ લોકો નથી ભણતા, નથી ગણતા કે નથી કવિતા કરી જાણતા છતાં પણ રુષ્ટપુષ્ટ થઈને ફરે છે. અને અમો ભણીએ છીએ, તેમ કંઈક કાવ્ય પણ કરી જાણીએ છીએ છતાં પણ ભૂખે મરીએ છીએ માટે તેમાં કયા કર્મોનો દોષ છે. ?
એ પ્રમાણે લોકોની આગળ કહે છે. જગતમાં આ આશ્ચર્ય છે. એ પ્રમાણે લોકોત્તર ગુરુના વિષયમાં પણ દૃષ્ટાંતો જાતેજ વિચારવા. આવાઓને આપેલ આહાર, વસ્ત્ર, વિ. સર્વ પણ રાખમાં ઘી નાંખવા જેવું નકામું જાય છે. વાંઝણી ગાયને આપેલા ઘાસની જેમ નિષ્ફળ જાય છે. તેમ સરક આચાર્યાદિ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 134) અંશ-૨, તરંગ-૬]
BARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRSABBARBS.ASASAR8888BRREBBRRRRRRRRRRR88888888888888BBBBBB
888888888888888888888888888888888
લક્ષણ