________________
નિષેધ કર્યો પરસ્પર વિવાદ કરતાં તે બન્નેએ શિર આપવાની પ્રતિજ્ઞાપૂર્વક વસુરાજાને સાક્ષી રૂપે નક્કી કર્યા.
પછી પર્વતકે વસુરાજા પાસે વસુરાજાને પોતાનો પક્ષ અંગીકાર કરાવવા માટે પહેલાં તેની પાસે જઈને વિવિધ પ્રકારે કદાગ્રહ અને ડર બતાવવાપૂર્વક તેને સમજાવ્યો પોતાની વાતને વસુરાજાએ સ્વીકારી નથી તેમ માની ને પોતાની માતાની પાસે તેની વાતને (સ્વરૂપને) કહી તે અનુસાર તેની માતાએ વસુરાજાને કહ્યું ‘‘ગુરુની પત્નિ એવી મને પુત્રના જીવિતને આપ” અથવા જો નહિ આપે તો હમણાં જ આ ગુરુપત્નિની હત્યાનું પાપ લાગશે. એ પ્રમાણે કહીને જ્યાં તેણી મૃત્યુ માટે તૈયાર થઈ તેટલામાં ડરી ગયેલા તે રાજાએ તેના વચનને સ્વીકાર્યું પછી વિવાદ કરતાં તે નારદ અને પર્વતક ત્યાં આવ્યા ત્યાં રાજાએ પર્વતકનો પક્ષલેતાં (ક૨તાં) તૂર્તજ દેવતા વડે હણાયેલો રાજા જમીન પર પડ્યો અને નરક ગતિને પામ્યો એ પ્રમાણે બીજા દૃષ્ટાંતો પણ જાણવા ઈતિ આમોષક (ચોર) ભાવના કહી ॥૨॥
(૩) હવે ઠગની વાત કરે છે. ઠગ એટલે ધૂર્ત તે મધના ઢાંકણથી ઢંકાયેલા વિષના ઘડાજેવા છે. કેદારનીમાળાવાળા બિલાડા જેવા છે. (કેદાર તીર્થમાં જઈ માળા પહેરી બિલાડા જેવા ઢોંગી)
જેવી રીતે તે ચોરો ક્રોડો પ્રકારની કપટ ક૨વાની ચતુરાઈથી ભોળા લોકોના ધનને હરે છે. અને જીવિતને પણ હરે છે. તેમ કેટલાક ગુરુ આભાસ માત્ર હોય છે. હૃદયમાં નાસ્તિકતાભરી હોય છે. અને બહાર ક્રિયાનો દંભ કરનારા, મીઠા વચન વિ. દ્વારા લોકોને છેતરીને પોતાની ઈષ્ટની સિધ્ધિ જેવી રીતે થાય તેવી રીતે ધર્મનો માત્ર આભાસ ઉભી કરતી દેશના આદિ વડે કરીને અને સુવિહિત સાધુના સંગમનું નિવારણ આદિ કરવા વડે તેઓના (ધર્મીઓના) શુધ્ધ ધર્મરૂપી ધનને અને શુધ્ધ ધર્મનું આચરણ કરવાવાળાનું જીવિત હરે છે.
કહ્યું છે કે :- દંભી (ધૂર્ત) લોકો પ્રથમ અમૃતધારા સમી વિશ્વસનીય વાણી બોલે છે. જ્યારે તેનું ફલ પ્રાપ્ત થવાનું હોય ત્યારે સમસ્ત દોષને ઉત્પન્ન કરનારી અથવા કાલકૂટની જેમ તે જ મારે (હણે) છે. (મારનારી બને છે.) વળી જટાઝુંડપણું, શિખા, ભસ્મ, ઝાડની છાલ અને અગ્નિ વિ.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 130 અંશ-૨, તરંગ-૬