SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ હવે શ્રાવકને આશ્રયીને વિચારે છે. શ્રાવકનો વિનય, સમ્યકત્વ મૂલ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષા વ્રતાદિરૂપ અને દેવગુરુ સાધર્મિક વિ. ની યથોચિત્ત સેવારૂપ શ્રાવકનો વિનય કહેવાય છે તેમાં કેટલાક શ્રાવકો જેવો કહ્યો છે તેવો વિનય બીજાને ઉપદેશ છે – કહે છે. આદિ શબ્દથી યથાયોગ્ય અને યથા અવસરે ગુરુના મુખથી કરેલ શ્રવણના અનુસાર તે વિષયનું સ્મરણ વિ. બીજાને કરાવે છે એ પ્રમાણે વાણીથી સારા (વાણીનો વિનય) અને જાતે તેનું સમ્યકઆચારણ કરે છે. તેથી ક્રિયાથી સારા એટલે કે બન્ને રીતે (વાણી અને ક્રિયાથી) સારા શ્રીવીર જિનેશ્વરના સેવક પુષ્પકલી શ્રાવક વિ. ની જેમ તથા ગ્રંથકારના સમયમાં પાટણ નિવાસી મહેતા હેમાદિની જેમ. કેટલાક વાણી વડે ઉપદેશ આપે છે. પરંતુ ક્રિયા કરતાં નથી. ગણિકાના ઘરમાં રહેલા નંદિષેણ મુનિની જેમ કેટલાક તો તેવા પ્રકારનો ઉપદેશ દેવાની શક્તિ ન હોવાથી ઉપદેશ આપતાં નથી (વાણીથી અસાર) અને આચરણ કરે છે. ક્રિયાથી સારા તેના દૃષ્ટાંતો સુલભ છે. અને કેટલાક બને રીતે અસાર હોય છે. વિષયાદિમાં ડુબેલા વ્યાકુલ થયેલા, દુર્ગતિમાં જનારા, માત્ર શ્રાવકનું નામ ધરનારા છે. બ્રહ્મદત્ત ચકી, તાપસ, શ્રેષ્ઠિ આદિની જેમ આ પ્રમાણે ત્રીજી ચતુર્ભગી વિચારી તેમાં બન્ને રીતે સારા અને કેવલ ક્રિયાથી સારા એ બન્ને ભાંગા યોગ્ય છે. બાકી રહેલા અયોગ્ય છે. ઈતિ. હે પંડીતજનો ! કરોટિકાના દૃષ્ટાંતથી યોગ્યયોગ્યના વિભાગનો વિચાર કરીને વિશેષ રીતે મોહ પર વિજય પ્રાપ્ત કરનારી જય રૂપી લક્ષ્મી માટે યોગ્ય ગુણની પ્રાપ્તિમાં પ્રયત્નને કરનારા થાઓ. ઈતિ દ્વીતીય અંશે ને પંચમ સ્તરંગ ! I EASY ફરસ%89999999999ananasoniasagassess manslamentnagesઋ88888899995 Eg88888888888સસસસસસરુ કરાય% 99ચ્છ [ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 126 અંશ-ર, તરંગ-૫] ક DEBIBBEDaWEDITIHITIHITESHWISHEH ERaat ધaaga BadBaaguddugagannaBaaaaaaaa
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy