________________
યાત્રા કરનારા, પ્રથમ વ્રતમાં મારી એ પ્રમાણે અક્ષર-શબ્દ બોલી જવાય ત્યારે ઉપવાસ કરનારા, બીજા વ્રતમાં ભૂલથી અસત્ય (જુઠું) બોલાઈ જાય તો આયંબીલ કરનારા, ત્રીજા વ્રતમાં મૃત્યુ પામેલાનું ધન છોડનારા, ચોથા વ્રતમાં ધર્મની પ્રાપ્તિ પછી બીજી વાર લગ્ન નહિ કરનારા, ચાતુર્માસમાં મન, વચન, કાયા એમ ત્રણ યોગો વડે કરીને બ્રહ્મચર્યને ધરનારા (પાલણ કરનારા) મનથી ભંગ થાય તો ૧ ઉપવાસ, વાણીથી ભંગ થાય તો ૧ આયંબીલ અને કાયાથી ભંગ અને સ્પર્શ થઈ જાય તો ૧ એકાસણું કરનારા અને પરસ્ત્રીને માટે ભાઈનું બિરૂદ ધરનારા, રાણીભોપાલ દેવી આદિ આઠે આઠ સ્ત્રીઓ આઠ મૃત્યુ પામી છતાં પ્રધાન મંત્રિ વિ. થી બહુ કહેવા છતાં પણ લગ્ન નહિ કરવાના નિયમમાં અચલ રહેનારા, આરતિને માટે ભોપાલદેવીની સુવર્ણની મૂર્તિ કરાવનારા, વાસક્ષેપ પુર્વક ગુરુ વડે રાજર્ષિ બિરૂદને (પામનારા) ધરનારા.
પાંચમાં વતનો વિસ્તાર તો આ પ્રમાણે છે. ૬ ક્રોડનું સોનું, આઠ ક્રોડની ચાંદી, ૧૦૦૦ તોલા પ્રમાણ મહા મૂલ્ય રત્નવાળા, ૩ર હજાર મણ ઘી, ૩ર. હજાર મણ તેલ, ૩ લાખ મણ ચાવલ, ચણા, જુવાર, મગ આદિ ધાન્યના પાંચ લાખના મૂઠા, ઘોડા ૧ હજાર, હાથી અને ઊંટ પ્રત્યેક પાંચશો વળી ઘર દુકાન, સભા, વહાણ ગાડા વિ. દરેક પOO| પ૦૦), ૧૧૦૦ હાથીઓ, ૫૦ હજાર રથ, ૧૧ લાખ ઘોડા, ૧૮ લાખ શ્રેષ્ઠ સુભટો ઈત્યાદિ સર્વસૈન્યનો મેલાપ હતો. છઠ્ઠાવ્રતમાં વર્ષાઋતુમાં પાટણ શહેરની સીમા છોડીને અધિક નહિ જનારા.
સાતમાવત ભોગપભોગમાં દારૂ, માંસ, મધ, માખણ, બહુબીજવાળા ફળો, પાંચ ઉદુમ્બર ફળ, અભક્ષ્ય, અનન્તકાય, જમીનકંદ, ઘેબર, વિ. ના નિયમ ધરનારા, દેવે આપેલ વસ્ત્ર ફળ, આહાર વિ. નો ત્યાગ કરનારા, સચિત્તમાં માત્ર નાગરવેલનું પાન, દિવસમાં માત્ર આઠ પાનના બીડાની છૂટ રાખનારા, રાત્રિમાં ચારે આહારનો ત્યાગ કરનારા, વર્ષાઋતુમાં એક ઘી વીગઈ લેનારા પાંચનો ત્યાગ કરનારા, લીલા શાકભાજી નહિ લેનારા, હંમેશા એકાસણા કરનારા, પર્વના દિવસોમાં અબ્રહ્મ, વગઈ અને સચિત્ત છોડનારા, આઠમા વ્રતમાં સાતે વ્યસનોને દેશમાંથી કાઢી સમુદ્રમાં ડુબાડનારા.
BHBBBansgaon
a Baaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
ga888888888888888888888888888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (120) અંશ-૨, તરંગ-૪
ittituો#િRaaBaatalinaa###########auhaaaaaaaaaaaEklalita