________________
બાહ્ય તેજ અને મજબુતાઈ વિ. સારા હોય છે. વળી કેટલાક અન્તઃ સારભૂત અને બાહ્ય અસાર હોય છે. ખાણ આદિમાં રહેલા માટી વિ. થી મલિન જાતિરત્નની જેમ.
કેટલાક રત્નો અન્તઃ અને બાહ્ય એમ બન્ને રીતે સારા હોય છે. તેવા પ્રકારની વિધિ પૂર્વક સંસ્કારિત ક્રોડોના મૂલ્ય વિ. થી પ્રસિધ્ધ નિર્મલ જાતિરત્નની જેમ.
તેવી રીતે કેટલાક આચાર્યો અત્યંત ગાઢ પ્રમાદ પણાથી ઉભય લોકમાં એકાન્ત પણે હિત કરનારા ચારિત્ર ધર્મને શિથિલ કરતાં પોતાના આત્મા ઉપર પણ અનુપકાર કરનારા હોવાને કા૨ણે અન્તઃ અસાર ભૂત છે. બીજા પ્રાણીઓ પર પણ સમ્યક્ દેશના આદિ વડે સધર્મને આપતાં નથી તેથી બીજાઓ પર પણ ઉપકાર થતો નથી તે કારણે બહારથી અસાર છે. તે પાસત્યાદિ જાણવા તેનું સ્વરૂપ પૂર્વે ગાથામાં કહેવાયેલ છે. એ પ્રમાણે પ્રથમ ભંગ થયો.
બીજા કેટલાક વળી પોતાના ઉપર ઉપકાર નહિ કરનારા હોવાથી બીજા રત્નની જેમ અન્તઃ અસાર છે પૂર્વની જેમ વિચારણા કરવી અને સૂત્ર અર્થને વિસ્તારથી સમજાવવા આદિ થકી શિષ્ય વર્ગના ઉ૫૨ વિહાર વિ. દ્વારા દેશના આદિ આપવા વડે અને બીજા ભવ્ય પ્રાણીઓ ઉપર આ લોકને અને પરલોકને વિષે દ્રવ્યથી અને ભાવથી ઉપકાર કરનારા હોવાથી બાહ્ય સારભૂત છે. તે સંવિગ્ન પાક્ષિકો જાણવા તેનું લક્ષણ કહે છે :
સુસાધુના શુધ્ધ ધર્મને કહે છે. અને પોતાના આચારને (દૂષણને) નીંદે છે. શુધ્ધ તપસ્વીઓની આગળ હું તુચ્છ છું. (એ પ્રમાણે પોતાના આત્માને નીંદે છે.)
વંદે પણ વંદન કરાવે નહિ, કૃતિ કર્મ કરે પણ કરાવે નહિ તે સંવિગ્ન પાક્ષિકો જાણવા પોતાનો શિષ્ય ન બનાવે બીજા સુસાધુ પાસે દીક્ષા અપાવે (બીજાનો શીષ્ય બનાવે) એ પ્રમાણે બીજો ભંગ થયો.
કેટલાક ત્રીજા રત્નની જેમ પોતાના આત્મા ઉપર ઉપકાર કરવામાં તત્પર હોવાથી અન્તઃ સારરૂપ હોય છે. આત્મા ઉપર એક નિષ્ઠા હોવાથી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 113 અંશ-૨, તરંગ-૪