________________
તેઓશ્રી વિ. સં. ૧૫૦૩ કા. સુ. ૧ ના ૬૭ વર્ષની વયે કોરટામાં સ્વર્ગવાસ પામ્યા તે પૂર્વે વિ. સં. ૧૫૨૦૨ માં શ્રી રત્નશેખર વાચકને આચાર્યપદ આપ્યું હતું.
ગ્રન્થરચના :- ૧૯ વર્ષની નવયુવાન વયે (વિ. સં. ૧૪૫૫ માં) ઐવિદ્યગોષ્ઠી'ની રચના કરી ગ્રંથ સર્જનનો પ્રારંભ કર્યો અને જીવનના અંત. સુધી ગ્રંથરચના ચાલુ રહી. ગ્રંથકારશ્રીની નિસંદિગ્ધ રચનાઓ અત્યારે ઉપલબ્ધ થાય છે. તે આ પ્રમાણે છે.
(૧) ઐવિદ્યગોષ્ઠી (રચના સં. ૧૪૫૫) (૨) જિનસ્તોત્રરત્નકોશ (૧૪૫૫) (પ્રથમ પ્રસ્તાવ) (૩) ત્રિદશતરંગિણી (ગુર્વાવલી વગેરે) (૧૪૬૬) (૪) જયાનંદ રાજર્ષિ કેવલી ચરિત્ર (૧૪૮૩) ગ્રં. ૭૫૦૦ (૫) અધ્યાત્મ કલ્પદ્રુમ (૧૪૮૪) (૬) કથાચતુષ્ટય (મિત્ર ચતુષ્ક કથા) (૧૪૮૪) ગ્રં. ૧૪૫૦ (૭.) ઉપદેશ રત્નાકર સ્વોપજ્ઞ ટીકા સાથે (૧૪૯૩) (૮.) સંતિકરંથોત્ત (૧૪૯૩) (૯.) સ્તોત્ર દશક (અપ્રગટ) સિમંધરસ્તુતિ પાક્ષિક સત્તરી, યોગશાસ્ત્ર ચતુર્થપ્રકાશ બાલાવબોધ
આ ઉપરાંત ગ્રંથકારશ્રી દ્વારા રચિત સ્તોત્રો વ. ની વિગત આ પ્રમાણે મળે છે.
૧. ચતુર્વિશતિ જિન કલ્યાણક સ્તવન. ૨. જીરાપલ્લી પાર્શ્વનાથ સ્તવન (૧૪૭૬) ૩. શત્રુંજય શ્રી આદિનાથ સ્તોત્ર (૧૪૭૬) ૪. ગિરનાર મૌલિ મંડના શ્રી નેમિનાથ સ્તવન (૧૪૭૬) ૫. શ્રી શત્રુંજય આદિનાથ સ્તવન (૧૪૭૬) ૬. વૃદ્ધનગરસ્થ આદિનાથ સ્તવન ૭. સારણ દુર્ગ અજિતનાથ સ્તોત્ર ૮. ઈલાદુર્થાલંકાર શ્રી ઋષભ દેવ સ્તવન ૯. સીમંધર સ્વામિસ્તવન (૧૪૮૨) ૧૦. વર્ધમાન જિન સ્તવન ૧૧. શ્રી જિનપતિ દ્વાચિંશિકા (૧૪૮૩)
(તપગચ્છકા ઈતિહાસ ભા. ૧ નં. ૧ પૃ. ૩૫, મુનિકાંતિસાગર શત્રુંજય વૈભવ” પૃ.૧૭૩-૪)
આ ઉપરાંત “આવસ્મય સિત્તરિ' “વણસ્સઈ સિત્તરિ' અને “અંગુલસિત્તરિ’ આ ત્રણ ગ્રંથો પણ આ. મુનિસુંદરસૂરિજીના નામે ચડ્યા છે. પણ વાસ્તવમાં આ ત્રણેય કૃતિઓ આ. મુનિચન્દ્રસૂરિની છે.
આવી જ રીતે “તપાગચ્છપટ્ટાવલી” “શાંતરસરાસ' “પંચદર્શન સ્વરૂપ ષડભાષાસ્તવ” “શાંતિનાથ ચરિત્ર” “નરવર્મ ચરિત્ર ના કર્તા તરીકે પણ આ. મુનિસુંદરસૂરિજીનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક મળે છે પણ એના ચોક્કસ પ્રમાણો મળ્યા નથી. ' ૧. હીરાલાલ કાપડિયાની ભૂમિકા પૃ. ૭૦. તપગચ્છકા ઈનિ. પૃ. ૩૫ ૨. જિનરત્નકોશ પૃ. ૨૦૫, હીરાલાલ કાપડિયાની ભૂમિકા પૃ. ૬૭ થી. તપાગચ્છા કા
ઇતિ. પ.૩૫
(10).