________________
વૈરાગ્ય, કષાયનો ઉપશમ તથા તત્વની ભાવના વિ. દેખાતું નથી તેનામાં સમ્યફ શ્રુતનો અભાવ છે. ઉલ્લું માટી, પાણી, પુષ્પ, ફલ અણસનીય (નખપે તેવું) ગૃહસ્થનું કાર્ય ઈત્યાદિ પ્રમાદો સ્પષ્ટ વૃત્તિથી સેવવાના કારણે પાસત્કાદિઓમાં જ આવા પ્રકારના અનાચારો સારી રીતે દેખાય છે. તેવી રીતે સંનિધિ, આધાર્મિ, જલ, ફલ, પુષ્પ આદિ સર્વ સચિત્ત, નિત્ય બે ત્રણ વાર ભોજન કરનારા, વિગઈ, લવંગાદિ તાંબુલ ને ખાનારા, વસ્ત્રની પડિલેહણ બરાબર નહિ કરનારા, પ્રમાણ રહિત રૂંછાવાળા વસ્ત્ર, શૈયા, જૂતા, વાહણ, શસ્ત્ર, તાંબા વિ. ના પાત્ર, માથે ચોટલી, અસ્ત્રાથી મુંડન, કાર્ય પડે ત્યારે રજોહરણ, મુહપત્તિ ધારણ કરનારા, એકલા ભ્રમણ કરનારા, સ્વછંદપણે બેસતાં ઉઠતાં ગીતો ગાનારા, ચૈત્યમાં, મઠમાં વાસ કરનારા, પૂજાનો આરંભ કરનારા, નિત્ય વાસ કરનારા, દેવાદિ દ્રવ્યના ભોક્તા, જિનાલય પૌષધશાલાદિ કરાવનારા, સ્નાન, વિલેપન (તેલ વિ. ચોરવાદિ) કરનારા આભૂષણ પહેરનારા, વ્યાપાર કરનારા, સંગ્રહ કરનારા, ક્રીડા કરનારા, ગામ-કુલ આદિની મમતા કરનારા, સ્ત્રીનો નાચ જોનારા, સ્ત્રીનો પરિચય કરનારા, નરક ગતિના કારણરૂપ જ્યોતિષ, નિમિત્ત શાસ્ત્ર, વૈદક મંત્ર, યોગો કરનારા, મિથ્યાત્વી રાજાની સેવા કરનારા, તેની પાસેથી ધર્મ કર્મનો પ્રતિબંધ કરનારા, શાસન પ્રભાવનામાં મત્સર કરવો, લાકડી આદિથી કજીઓ કરનારા , શીર – ઉદરને ફોડનારા, ભાટ, ચારણપણું કરનારા, લોભને કારણે ગૃહસ્થની સ્તુતિ કરનારા, જિનેશ્વરની પ્રતિમાની ખરીદી અને વેંચાણ કરનારા, ઉચાટણ, કામણ વગેરે હલકા કામ કરનારા, સ્ત્રીના હાથનો સ્પર્શ કરનારા, બહ્મચર્યમાં સંદેહવાળા, વ્યાજે ધન આપનારા, નીચ કુલના પણ ચાટુડિયા શિષ્યને દ્રવ્યથી ખરીદનારા, સાવદ્ય પ્રવર્તન કરનારા, સર્વ લોકને મુહુર્ત આદિ જોઈ આપનારા ધર્મ શાખામાં અથવા ગૃહસ્થના ઘરે ખાજા પાક આદિ કરાવનારા, યક્ષાદિ ગોત્ર દેવતાની પૂજા કરનારા, કરાવનારા, મિથ્યાત્વને ધારનારા, સમ્યકત્વ આદિનો નિષેધ કરનારા, કરાવનારા, મિથ્યાત્વને ધારનારા,સમ્યકતાદિનો નિષેધ તેને મૂલ્યથી સમ્યકત્વ આપવું. આવા ઘણા પ્રકારના સાવદ્ય (જિનેશ્વરે નિષેધ કરેલ) અને લોકમાં નિંદિત જે કુકર્મને સેવે છે. કરે છે – કરાવે છે. તે ધર્મ વિનાનો છે,
B
aaaaaaaaaannel narmanaaaaaaaaaaaaaaaaaaaaanaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
ge989899888eeeeeeaણaaaaaaaaaeeeeeeesa9ea2
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (87) તરંગ - ૧૫ ]