SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે. અર્થાત્ સુંદર રત્નોનો ત્યાગ કરી અસાર મોદક લેનારા બાળકની જેમ અપરીક્ષક સારાસારનો વિવેક કરતો ન હોવાથી તે અયોગ્ય છે. તેથી કહ્યું છે કે - જે દેશમાં પરીક્ષકો નથી ત્યાં સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં રત્નોનો કોઈ અર્થ નથી. ખરેખર ભરવાડોના દેશમાં ચંદ્રકાન્ત મણીની કીમ્મત ભરવાડો બે ત્રણ કોડીની કહે છે. (કરે છે, તેથી સમ્યકધર્મ વસ્તુની પરિક્ષા નહિ કરનારો તે અયોગ્ય છે. અહીં કુરચંદ્ર રાજાની કથા કહેતા કહે છે કે:- કાંચનપુરનગરમાં કુરુચંદ્ર નામનો રાજા રાજ્ય કરે છે. તેને રોહક નામે મંત્રી છે. તે જ્ઞાતિએ જૈન છે. રાજાની આગળ તે નિરંતર જૈન ધર્મની પ્રશંસા કરે છે. તેથી રાજાએ તેને કહ્યું કે આ ધર્મ સાચો છે. તે કેવી રીતે જાણવો. મંત્રી :- પરિક્ષા કરવાથી સાર - અસાર વસ્તુનો નિર્ધાર થાય છે. અર્થાત્ વસ્તુ સારી છે કે ખરાબ તે પરીક્ષા કરવાથી ખ્યાલમાં આવે છે. કહ્યું છે કે:- મણી પગમાં પડેલું હોય, કાચ મસ્તક પર ધરેલો હોય પરંતુ પરીક્ષા કરનારને હાથમાં આ તો કાચ તે કાચ અને મણી તે મણી જ નજરે ચડે છે. વળી આગમથી અને ઉક્તિ થી જે અર્થ (સ્વરૂપ) સારી રીતે જણાય છે. તે સોનાની જેમ પરીક્ષા કરીને ગ્રહણ કરવા યોગ્ય છે. પક્ષપાતથી ગ્રહણ કરવામાં શું ? અર્થાત્ કંઈ નહિ. પુરાણ, મનુસ્મૃતિ, અંગસહિતવેદ અને વૈદક એ ચારે ઈશ્વરાજ્ઞાથી સિધ્ધ છે. કોઈપણ હેતુથી તે ખોટો કહેવો તે યોગ્ય નથી. ઈત્યાદિ કદાગ્રહથી યુક્ત બાબત મનમાં ધારવી ન જોઈએ કહ્યું છે કે -તે વસ્તુ જ ન હોઈ શકે છે અન્યથા કરાય, કર સંપુટ વડે સૂર્યને કોણ ઢાંકી શકે ? સારું અને ખરાબના તફાવતના વિચાર કરવાવાળાની પ્રત્યે ઈર્ષા કરનારો હું જ દુર્જનોમાં શિરોમણી છું........ ઈત્યાદિ. પછી રાજાએ બધા દર્શનીઓના હૃદયમાં રહેલા વૈરાગ્યની પરીક્ષા માટે “મુખ કુંડલવાળું હતું કે નહિ” એ પ્રમાણે સમસ્યાનું પદ આપ્યું..... પછી પહેલા બૌધ્ધ કહ્યું કે મંદિરમાં ગયેલા મેં એક સોનાથી શોભતા અંગવાળી સ્ત્રીને બેઠેલી જોઈ. વ્યાકુલ ચિત્તના કારણે મેં જાણ્યું નહિ કે તેનું મુખ કુંડલવાળું હતું કે નહિ ? ઈત્યાદિ બધા પ્રકારે કરીને પણ બીજા દર્શનકારોએ શૃંગાર રસથી જ તે સમસ્યા પૂર્ણ કરી ધર્મને વિસંવાદિત કર્યો.... | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) તરંગ - ૧૩ മദാമഭദങ്ങ ളല്ലഭഭദിശദമഭദ taaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa statest start 11IPHY PEBRR- E-93
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy