SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર બાદ તે પાટલી પુત્ર પહોંચ્યો ત્યાં સુલોચન નામના મંત્રીની પુત્રી મનુષ્યથી વહન કરાતી પાલખી (મીયાના) માં બેસીને મહોત્સવ પૂર્વક આવતી જોઈને કોઈકને પૂછ્યું. આ કોણ છે? વિ. તેણે કહ્યું આ મંત્રી પુત્રી રાજસભામાં સમસ્યા (કોયડો) ઉકેલવાથી રાજાની કૃપા પ્રાપ્ત કરીને આવે છે. કોયડો આ પ્રમાણે છે :- “તે શુધ્ધિથી શુધ્ધ થાય છે” તે કોયડાને તેણે આ પ્રમાણે પૂર્યો :- સર્વવ્યાપક એવું જે ચિત્ત દોષ રૂપી રજથી સર્વરીતે મલિન થયું છે તે સુંદર વિવેકરૂપી જલના સ્પર્શથી (સમ્પર્કથી) શુધ્ધ થાય છે. અને તેના વડે આત્મા શુધ્ધ થાય છે. આ પ્રમાણે તેની વાણીની કુશળતા જાણીને આશ્ચર્યથી તે બ્રાહ્મણ તેના પિતા મંત્રીની પાસે ત્રણ પદનો અર્થ પૂછે છે. મંત્રીએ કહ્યું :- પોતા માટે નહિ કરેલું અને નહિ કરાવેલું શુધ્ધ ભ્રમ્મર વૃત્તિથી (એકજ જગ્યાએથી નહિ) પ્રાપ્ત કરેલું, રાગ દ્વેષ થી રહિત, મંત્રાદિ પ્રયોગ વિના પ્રાપ્ત કરેલો આહાર જે જમે છે તે મીષ્ટ ભોજી છે. અશુધ્ધ મોદક પણ કડવોજ છે. કહ્યું છે કે :- જયણા રહિત ભોજન કરનાર અનેક જીવોનો સંહાર કરવાથી પાપ કર્મ બાંધે છે અને તેનું કટુક ફળ ભોગવે છે. અને જે સર્વ જીવનું હિત કરનાર અને સોના ચાંદી આદિ ધનમાં જે નિસ્પૃહી છે. તે લોકપ્રીય છે. વળી સ્વાધ્યાય ધ્યાનમાં લીન અવસર પ્રાપ્ત થયે જે સૂઈ જાય છે. તે સુખે સુનારો છે (સુખ શૈયાયી છે.) તે સાંભળીને બ્રાહ્મણ બોલ્યો શું આવા પ્રકારનો કોઈ પણ છે? ત્યારે મંત્રિએ કહ્યું - હા જૈન મુનિઓ છે. પછી તે ત્યાં ગયો. વ્હોરવા વિ. માં નજર કરતાં ૪૨. દોષ રહિત મિષ્ટ ભોજન, પડિલેહણ આદિ કરવામાં રાત્રીના ત્રીજા પહોરે વૈશ્રમણોપરાત અધ્યયનનો પાઠ કરતાં આકર્ષાયેલા ધનદે (કુબેર દેવે) વરદાન માંગવાનું કહેવા છતાં લીધું નહિ તેથી નિસ્પૃહત્વના કારણે લોકપ્રીય છે. તે જોઈને તે બ્રાહ્મણે ધ્યાનમાં લીનપણાથી અને સુખમૈયાને વિષે તેણે પરીક્ષા કરીને તે ધર્મને સ્વીકારી ને સ્વર્ગ પ્રાપ્ત કર્યું અને ક્રમે કરીને મોક્ષ પણ પ્રાપ્ત કર્યું. MI BRASRRSAS RA R ASSARASERRRRRRRRAARSTRARERR:8:8BRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRORRBARA aaaaaaaaaaaa%a8a98a88888888888888888888@ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) તરંગ - ૧૩ THE #Ba: HaR HIGHE
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy