________________
તેનાથી રબારીઓ ઘીને ગાળે છે. જેવી રીતે તે પરિપૂણક કચરો સંગ્રહે છે અને ઘીને છોડી દે છે તેવી રીતે જે શિષ્ય પણ વ્યાખ્યાન વાચનાદિમાં દોષોને ગ્રહણ કરે છે અને ગુણોને છોડી દે છે તે પરિપૂણક જેવા છે. તે અયોગ્ય છે. ચૂર્ણકાર કહે છે - વ્યાખ્યાનાદિમાં જે દોષોને હૃદયમાં ધારે જ છે અને ગુણોને છોડી દે છે. તે પરિપૂણક જેવો તે શિષ્ય અયોગ્ય છે.
વળી કહે છે - સર્વજ્ઞના મતમાં પણ દોષો સંભવે છે એ પ્રમાણે આ અશ્રધ્ધય છે (શ્રધ્ધા કરવા યોગ્ય નથી) સાચું ઠીક) ભાષ્ય કર્તા અહીંયા કહે છે કે સંપૂર્ણ જ્ઞાનવાળા (સર્વજ્ઞ) એવા જિનમતમાં એકપણ દોષ હોતો નથી. અનુપયોગવાળામાં અને પ્રમાદવાળામાં દોષો હોય છે.
હવે હંસના દૃષ્ટાંત વડે વિચારણા કરે છે - જેવી રીતે હંસ દૂધ અને પાણી મિશ્રિત હોવા છતાં પાણી છોડીને દૂધ પીએ છે. તેવી રીતે જે શિષ્ય પણ ગુરુના અનુપયોગ કરીને થયેલા દોષોને છોડી માત્ર ગુણોને જ ગ્રહણ કરે છે. તે હંસ જેવા છે. તે એકાન્ત યોગ્ય છે. હંસ દૂધ પાણી મિશ્રિત હોવા છતાં કેવી રીતે જુદું કરે છે. જેથી તે માત્ર દૂધ જ પીએ છે. પાણી પીતો નથી. ઈતિ પ્રત્યુત્તર આપતાં કહે છે કે તેની જીભમાં રહેલી ખટાશ ને કારણે ફાટી જઈને પાણી અને દૂધ જુદું પડવાથી દૂધ પીએ છે. પાણી પીતો નથી.
ગાથામાં કહ્યું છે કે - જીભમાં રહેલી ખટાશને કારણે દૂધ અને પાણી જુદુ પડવાથી હંસ પાણી છોડીને દૂધને પીએ છે. હંસ જેવા તે શિષ્યો યોગ્ય છે.
તેવા શિષ્યો ગુરુ વડે અનુપયોગથી બોલવામાં આવેલ દઢ દોષોને છોડી દે છે. અને સિધ્ધાંતના સારભૂત જે ગુણ છે તેને ગ્રહણ કરે છે. તે યોગ્ય છે.
હવે પાડાનું દૃષ્ટાંત જણાવે છે - જેવી રીતે પાડો પાણીને રહેવાનું સ્થાન (સરોવર - તળાવ વિ.) પ્રાપ્ત થતાં પાણીની વચ્ચે રહીને પાણીને વારંવાર બેઉ શીંગડા વડે હલાવતો અને તરતો બધા પાણીને ગંદુ-મેલું યાને ડહોળું કરે છે. તેથી તે જાતે પીવા સમર્થ બનતો નથી સાથે રહેલું બીજુ જૂથ પણ પાણી પી શકતું નથી. તેની જેમ શિષ્ય પણ ગુરુ વ્યાખ્યાન કરતાં હોય ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)(61) તરંગ - ૧૦ ||
ELAARBAAR 888 ROBABBARRA RBBBBBRAIRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRARSERRAGRRRRRRRRRRRRRRRBO
Beeeeee89e8a899298988898888898888