________________
एसो कोसो वियरियतोसो
જિનશાસનની પરંપરામાં થયેલા એક મહાવિદ્વાન પૂર્વાચાર્ય એટલે પ.પૂ. આચાર્યદેવ શ્રી પદ્મજિનેશ્વરસૂરીશ્વરજી મહારાજા.
એમના વિષે બીજી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. છતાં પણ આ અદ્ભુત કૃતિ જ એમનો પરિચય મેળવવા પૂરતી છે. પૃષ્ઠ-૨ પ૨ પ્રસ્તુત કૃતિની વિશેષતા જણાવી છે, તેથી અત્રે પુનરાવર્તન કરતો નથી.
અધિકારી વાચક વર્ગ આ કૃતિનું ખૂબ પરિશીલન કરે, તેના રહસ્યોની પરિણતિ પ્રાપ્ત કરે અને તેના દ્વારા આ લોક, પરલોક અને પરમલોકમાં સુખ પ્રાપ્ત કરે, એ અભિલાષાથી આ કૃતિ પર સંસ્કૃત વૃત્તિનું નવસર્જન કર્યું છે.
ચરમતીર્થપતિ કરુણાસાગર શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી તથા પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પરમકૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. આ ગ્રંથના મૂલાધાર છે પૂ. મુનિ જિનપ્રેમવિ. અને અનન્ય સહયોગી છે મુનિ ભાવપ્રેમવિ. અને મુનિ રાજપ્રેમવિ. તથા ભરત ગ્રાફિક્સના પ્રયત્નોથી ટાઈપસેટીંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડેલ છે. આ પ્રબંધમાં ક્યાંય પણ ઉત્સૂત્રાદિ દોષયુક્ત નિરૂપણ થયું હોય તો મિચ્છામિદુક્કડમ્. કૃપા કરીને બહુશ્રુતો તેનું સંશોધન કરે.
આ પ્રબંધના માધ્યમે સ્વ-પરનું કલ્યાણ થાય એ જ શુભાભિલાષા સહ વિરમું છું.
દ્વિતીય વૈશાખ વદ-૭, વિ.સં. ૨૦૬૬ મેઘદૂત જીન (પાલેજ).
પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજીમહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજયકલ્યાણબોધિસૂરિ