________________
૦૮
जीवदयाप्रकरणम् एवं तिरिक्खे मणुयासु (म) रेसुं, चतुरन्तणंतं तयणुव्विवागं । स सबमेयं इति वेदइत्ता, कंज्ज कालं धुयमायरेज्ज ॥२५॥
તિનિ રૂતિ (સૂત્રતા -ક-શવ -ર) |
તેવા અશાતા વેદનીય રૂપ અનંત દુઃખોને ભોગવે છે. આ રીતે નરકના દુઃખો સાંભળીને બુદ્ધિશાળી આત્માએ ત્રસ સ્થાવર જીવોથી વ્યાપ્ત એવા લોકમાં કોઈ પણ પ્રાણીની હિંસા કરવી ન જોઇએ તથા દઢ સમ્યકત્વવાળા થઈ, પરિગ્રહ વગરના થવું જોઈએ, તેમજ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુનનો પણ ત્યાગ કરવો જોઈએ.
તથા પાપ કર્મોના ઉદયને ભોગવતા લોકને ક્રોધમાન-માયા- લોભ વગેરે કષાયોના ફળ- સ્વરૂપ ભાવલોકને જાણી કષાયોને વશ ન થવું જોઈએ. અશુભ કર્મ કરનારાઓને તિર્યંચ, મનુષ્ય, અને દેવગતિમાં ભોગવાતા અનંત દુઃખોને પણ જાણીને બુદ્ધિમાન મનુષ્ય માવજીવન સંયમનું (મોક્ષમાર્ગનું) આચરણ કરે. આનો સાર એ છે કે નરક ગતિના દુઃખોનું વર્ણન કર્યું. બાકીની ત્રણે ગતિના દુઃખોને પણ બુદ્ધિમાન પુરુષ જાણીને તેમાંથી હંમેશા માટે છૂટવા સંયમનું પાલન કરે. (સૂત્રકૃતાંગ ૧૫ ઉદેશક ૧-૨)