________________
जीवदयाप्रकरणम् जइ ते सुया वेयरणी भिदुग्गा, णिसिओ जहा खुर इव तिक्खसोया। तरंति ते वेयरणी भिदुग्गां, उसुचोइयां सत्तिसु हम्ममाणा ॥८॥ कीलेहिं विज्झंति असाहुकम्मा, नावं उचिंते सइविप्पहूणा । अन्ने तु सुलाहिं तिसूलियाहिं, दीहाहिं विभ्रूण अहेकरंति ।। ९ ॥ केसिं च बंधित्तु गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि । कलंबुयावालुय मुम्मुरे य, लोलंति पच्चंति अ तत्थ अन्ने ।।१०।।
દૂર કરવાની ઇચ્છાથી તથા પરમાધામીના બાણ, ભાલા અને ત્રિશૂલથી હણાતા બચવા માટે ભયંકર વૈતરણી નદી તરફ જાય છે. તેમાં ડુબકી મારી તરે છે.
ક્ષાર અને ઉષ્ણ રૂધિર સમાન પાણીને વહન કરનારી, દુઃખ ઉત્પન્ન કરનારી, તીક્ષ્ણ છરાની જેમ શરીરના અવયવોને કાપે તેવા પાણીના પ્રવાહવાળી વૈતરણી નદી હોય છે. પરમાધામીઓના બાણ અને ભાલા વગેરેથી હણાતા નારકો વૈતરણી નદી તરફ દોડે છે. અને તેમાં પડતા જ ભયંકર દુઃખને અનુભવે છે.
વૈતરણી નદીના પાણીથી સંતપ્ત બનેલા, લોખંડના ખીલાઓથી વ્યાપ્ત એવી નાવ તરફ જતા નારકોને, નાવમાં પૂર્વે આરૂઢ થયેલા પરમાધામી દેવો ગળામાં વીંધે છે અને વીંધાતા એવા તે નારકો “કિંકર્તવ્યમૂઢ બની જાય છે. કેટલાક પરમાધામી દેવો વળી તેવા નારકોને