________________
जीवदयाप्रकरणम् पुच्छिस्सऽहं केवलियं महेसिं, कहं भितावा णरगा पुरत्था । अजाणओ मे मुणि बूहि जाणं, कहिं नु बाला नरयं उविंति ? ॥१॥ एवं मए पुढे महाणुभावे, इणमोऽब्बवी कासवे आसुपन्ने । पवेदइस्सं दुहमट्ठदुग्गं, आदीणियं दुकडियं पुरत्था ॥ २ ॥ जे केई बाला इह जीवियट्ठी, पावाइं कम्माइं करंति रुद्दा । ते घोररुवे तमिसंघयारे, तिव्वाभितावे नरए पडंति ॥ ३ ॥
સમાધાન - આગમમાં નરકની વેદનાનું વર્ણન આ મુજબ કર્યું છે -
જંબુ સ્વામિએ સુધર્મા સ્વામિને નરક વિષે પૂછતાં સુધર્મા સ્વામિએ કહ્યું કે, મેં પૂર્વે કેવળજ્ઞાનને ધારણ કરતા એવા મહર્ષિ દેવાધિદેવ મહાવીર પ્રભુને પૂછ્યું હતું કે નારકીઓ કેવી પીડાઓ ભોગવે છે ? તથા કેવી રીતે અજ્ઞાન જીવો નરકમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે મારાથી પૂછાતા કાશ્યપ કેવલજ્ઞાનના ઉપયોગવાળા પ્રભુએ કહ્યું દુઃખથી આર્ત એવા તથા હીન પ્રાણીઓના આશ્રયરૂપ નરકના દુઃખ તથા તેના હેતુઓ કહું છું તે તું સાંભળ.
મહાઆરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય જીવોનો વધ, માંસનું ભક્ષણ, વગેરે સાવદ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થયેલા જે કોઈ અજ્ઞાની રૌદ્ર જીવો આજીવન માટે હિંસા, જુઠ વગેરે પાપ કાર્યો કરે છે, તેઓ અત્યંત ભયાનક સ્વરૂપવાળા, અત્યંત અંધકારમય અને જ્યાં ભયંકર અગ્નિના ભટ્ટાથી અનંત ગુણ તાપ છે એવા પ્રકારના