________________
जीवदयाप्रकरणम्
उक्तार्थम्, नवरं स एव सञ्चयपरः - सम्यक् स्वीकरणनिरतः, क इत्याह - येन सुखसञ्चय: - फले हेतूपचाराद्धर्मसञ्चयः, सञ्चितः - सन्ततमभ्यस्ततयाऽऽत्मसात्कृत: । किञ्च - जो देइ अभयदाणं सो सुक्खसयाई अप्पणो देइ । जेण न पीडेइ परं तेण न दुक्खं पुणो तस्स ॥४४॥ जह देउलस्स पीढो खंधो रुक्खस्स. होइ आहारो । तह एसा जीवदया आहारो होइ धम्मस्स ॥४५॥
- આનો અર્થ પૂર્વે કહ્યો છે. માત્ર તે જ સંચયમાં તત્પર છે = સમ્યક સ્વીકારમાં નિરત છે. કોણ એ કહે છે - જેણે સુખનો સંચય = ફળમાં (સુખમાં) હેતુના (ધર્મના) ઉપચારથી ધર્મનો સંચય, સંચિત કર્યો છે = સતત ધર્મનું આચરણ કરવા દ્વારા આત્મસાત્ કર્યો છે.
વળી -. - જે અભયદાન આપે છે, તે પોતાને સેંકડો સુખો
આપે છે. તે બીજાને પીડા આપતો નથી, માટે તેને ફરી દુઃખી થવું પડતું નથી. II ૪૪ /
" જેમ દેવળનો આધાર ભૂમિકા છે, વૃક્ષનો આધાર થડ છે, તેમ આ જીવદયા ધર્મનો આધાર છે. ૪૫ /