SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् દેવપૂજાથી રાજ્યની પ્રાપ્તિ, દાન દ્વારા ભોગોની પ્રાપ્તિ, અભયદાન દ્વારા રુપની પ્રાપ્તિ, શીલપાલન દ્વારા સૌભાગ્યની પ્રાપ્તિ અને તપથી મન ઈચ્છિતની પ્રાપ્તિ થાય છે.’ પ્રભુ! આપ તો બધુ જ જાણો છો, પરંતુ અવિરત દેવોની વચમાં હું ગૃહસ્થ ધર્મનું પાલન કેવી રીતે કરીશ?’ ૫૬ જયસુંદરીના આ પ્રશ્નનો જવાબ આપતા કેવલી ભગવંતે કહ્યું, ‘જયસુંદરી! કાલિંજરા નામની અટવીમાં શ્રી આદિનાથ પ્રભુના જિનાલયમાં તું જ્યારે પૂજા કરતી હોઈશ ત્યારે હેમપ્રભ રાજાનો પુત્ર પ્રભુદર્શન માટે અહીંયા આવશે. નિસીહિત્રિક કરશે. તું આ ભુવનમલ્લની સાથે રાજ્યસુખ ભોગવીશ અને ગૃહસ્થ ધર્મનું પાલન કરી પ્રવ્રજ્યાને પ્રાપ્ત કરીશ.’ જયસુંદરીએ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. એ સમયે હું કેવલી ભગવંતની પાસે ગયો. વંદન કર્યુ અને મેં જયસુંદરીનું નામ વિજયપતાકા રાખ્યું. આ વિજયપતાકા જ્યારે જિનાલયમાં પૂજા માટે ગઈ ત્યારે ભુવનમલ્લ તું પણ નિસીહિત્રિકને કરીને જિનદર્શન કરવા માટે જતો હતો. નિસીહિત્રિકને કરતા તને જોઈને દેવીઓએ વિજયપતાકાને કહ્યું, ‘કેવલી ભગવંતે કહ્યું હતું એ જ આ ભુવનમલ્લ દેખાય છે.’ આ દેવીઓએ વાવડી આદિ પ્રપંચને રચીને ભુવનમલ્લ તને અહીં લાવ્યો છે. તું હવે વિજયપતાકા સાથે લગ્ન કર, જેથી મારી પ્રાર્થના સફળ થાય.’ અમિતગતિ અસુરે ભુવનમલ્લને કહ્યુ. ભુવનમલ્લ કુમારે કહ્યું, હે અમિતગતિ! તમારો આદેશ મને પ્રમાણ છે, પરંતુ મારા વિરહથી વ્યાકુળ બનેલ મારો પરિવાર વનમાં ક્ષણને પણ દુઃખથી પસાર કરતો હશે. ચાલો આપણે વનમાં'. અસુર અમિતગતિએ કુમારને વિમાનમાં બેસાડી વિમાનને શિબિર તરફ હંકાર્યુ. આકાશમાં ચમકારો દેખાતા મંત્રી આદિ બોલવા લાગ્યા કે જેમણે કુમારનું અપહરણ કર્યું હતું તે જ કોઈક અહીં આવી રહ્યું છે, હવે ક્ષોભને દૂર કરો અને તૈયાર થાવ. સાહસની સામે દેવને પણ નમવું પડે છે. सत्त्वैकतानमनसां स्फूर्जदूर्जस्वितेजसाम् । दैवोऽपि शंकते तेषां किं पुनर्मानवो जनः ॥ ? કહ્યું છે- જેઓ સત્ત્વશાળી છે, જેમનું બળ અને તેજ જગારા મારી રહ્યું છે તેમનાથી તો દૈવ પણ શંક્તિ થાય છે, સામાન્ય માણસનું તો શું ગજુ હોય? મંત્રી પ્રમુખ બધાં જ સામનો કરવા માટે તૈયાર બન્યા ત્યારે આકાશમાંથી દેવોની વાણી સંભળાવા લાગી, ‘શ્રી ભુવનમલ્લ કુમારનો જય થાવ. હે ભુવનમલ્લ કુમાર! તું સત્ત્વશાળી છે, નામ પ્રમાણે તારામાં ગુણો છે, પરોપકારમાં પરાયણ પુરુષોમાં તારું જ નામ આપવામાં આવે છે. પશુના હિત માટે પણ તું તારા પ્રાણને તૃણ સમાન માને
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy