________________
श्री सङ्घाचार भाष्यम्
૫૧ વિચાર કર્યો કે મેં આ સંસારમાં ઘણા સુખો ભોગવ્યાં. મારા પ્રિયનો પ્રેમ પણ મને ઘણો મળ્યો છે. મેં તો ખરેખર માલવ દેશ પણ દેખી લીધો અને ત્યાંના માંડા ખાઈને ધરાઈ પણ ગયો છું. - આવો વિચાર કરી મૂળદેવ રાજાએ ભુવનમલ્લને રાજ્ય આપી પ્રવ્રજ્યા સ્વીકારી. મુનિભગવંતની પાસે ભુવનમલ કુમારે પણ ચૈત્યવંદનાદિ નિયમો તથા સમ્યકત્વને ગ્રહણ કર્યું.
કરુણાવંત ગુરુભગવંતે ફરીને પણ ભુવનમલ્લને ધર્મ સમજાવતા કહ્યું- હે રાજન! સ્વર્ગના સુખો મળી જાય છે, સર્વોત્તમ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે, પણ મિથ્યાત્વના અંધકારને હરી લેનાર સમ્યકત્વરુપ રત્નની પ્રાપ્તિ થતી નથી. જેમ ગ્રહ નક્ષત્ર આદિનો આધાર આકાશ છે, રત્નોનો આધાર રોહણાચલ છે, નદીઓનો આધાર સાગર છે તેમ સંપૂર્ણ ગુણ સમુદાયનો આધાર સમ્યકત્વ છે. ' ઉપશમભાવ સાધુ ભગવંતોનું આભૂષણ છે, ધનવાનોનું ત્યાગ આભૂષણ છે, સ્ત્રીઓનું શીલ આભૂષણ છે તેમ ગૃહસ્થો તથા સાધુઓનું શ્રેષ્ઠ આભૂષણ સમ્યકત્વ
આથી હે -કુમાર! સર્વ દુઃખોને ભસ્મીભૂત કરનાર સમ્યકત્વમાં પ્રમાદ ન કર, કારણકે આ સમ્યકત્વતો જ્ઞાન, તપ, વીર્ય અને ચારિત્ર આ બધાના આધારભૂત છે.”
ભુવનમલ્લ કુમારે મુનિભગવંતની વાણીને શિરોમાન્ય કરી પોતાના આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યો. ઘણા જ બહુમાન સાથે ગુરુભગવંતના ચરણકમળમાં નમસ્કાર કરી પોતાની શિબિરમાં ગયો. ત્યાંથી સિદ્ધાર્થ નગરમાં ગયો. ત્યાં જઈ અમાત્ય સુમતિને રાજ્ય ઉપર સ્થાપ્યો. આગળ વધતા કાલિંજર નામનું જંગલ આવ્યું. જેમ યુદ્ધભૂમિમાં ભાલા, બાણો અને ચક્રો આવી પડતા હોય છે તેમ આ વનમાં ક્રીડા કરતા પક્ષીઓ તથા ચક્રવાક પક્ષીઓ આવતા જતા હતા. વનમાં દશયોજન ચાલ્યા બાદ વરુણા નદીના કાંઠે પડાવ નાખ્યો. ભુવનમલ્લ નદીના કાંઠે રહેલ વનનિકુંજને નિહાળવા લાગ્યો. ત્યાં તે એક આદિનાથ ભગવાનનું જિનાલય દેખાયું. ત્રણ નિસાહિ કરી અને જિનાલયમાં પ્રવેશ કર્યો. જિનાલયમાં દેવીઓ ભક્તિભાવથી નમ્ર થઈને જિનેશ્વર પ્રભુની પૂજા કરતી હતી. સુવર્ણથી નિર્મિત આદિનાથ પ્રભુની પ્રતિમા અનુપમ હતી. આવા પ્રભુના દર્શન થતાં કુમારનું મુખ કમળ વિકસિત થઈ ગયું. તેણે પ્રભુને વિધિપૂર્વક વંદન કર્યું અને સ્તવના કરી.
હે જિનેશ્વર પ્રભુ! આપ ત્રણે લોકને માટે દર્શનીય છો, ઈન્દ્રો પણ આપના ચરણ કમળમાં ઝૂકી જાય છે, આપના નેત્રો કાન સુધી લાંબા છે અર્થાત્ ભાગ્યવાન એવા હે અનંત દર્શની પ્રભુ! આપ ચિરકાળ સુધી જય પામો.
ખરેખર પૂર્વના કાળમાં જેમને સત્કૃત્યોને સેવ્યા નથી, નિર્મળ શીલધર્મનું પાલન