SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ श्री सङ्घाचार भाष्यम् રાખવા તેને મુદ્રા કહેવાય. આ મુદ્રા ત્રણ છે. (૧) યોગમુદ્રા (૨) જિનમુદ્રા (૩) મુક્તાશુક્તિ મુદ્રા. સૂત્રોનો જ્યારે ઉચ્ચાર થાય ત્યારે આ મુદ્રા કરાય છે માટે આ મુદ્રાઓ મૂળ મુદ્રા રૂપે છે. આ મુદ્રાઓ કરવાથી સઘળા વિદનો નાશ પામે છે તથા સઘળા ઈચ્છિતોની પ્રાપ્તિ થાય છે. જેમ મહામાંત્રિક મંત્રનું સ્મરણ કરતો હોય ત્યારે વજમુદ્રા તથા આકૃષ્ટિ મુદ્રા આદિ મુદ્રાઓ અવશ્ય કરે છે તે રીતે ચૈત્યવંદન વેળાએ યોગમુદ્રા આદિ મુદ્રાઓ અવશ્ય કરવી, કારણકે સૂત્રોચ્ચાર અને મુદ્રા વચ્ચે અવિનાભાવ સંબંધ છે અર્થાત્ સુત્રોચ્ચાર હોય ત્યાં મુદ્રા વિના ચાલે જ નહીં. “થપાટો રોફ નો મુદ્દા!' આ વચનને અનુસાર સ્તવપાઠ યોગમુદ્રાએ કરવાનો છે. મંત્ર અને વેદ આદિ અન્યસ્થાને સૂત્રપાઠ મુદ્રા પૂર્વક જ કરવામાં આવે છે, તો સઘળા જિનાગમોના સૂત્રો શ્રેષ્ઠ પરમ મંત્ર અને વેદ સ્વરૂપ છે. શાસ્ત્રોમાં પણ જિનાગમને કમ્મવિસપરમમંતો કર્મરૂપી વિષને માટે પરમ મંત્ર સમાન અને “અરસપરસ્પી વેગો' “અઢાર હજાર પદ પ્રમાણનો આગમવેદ સ્વરૂપ’ કહેલો છે. તેથી મંત્ર અને વેદ સ્વરૂપ આ સૂત્રના ઉચ્ચાર વખતે મુદ્રાઓ અવશ્ય કરવી. અહીં મુદ્રાત્રિકમાં અંજલિ મુદ્રા તથા પંચાંગી મુદ્રા નથી લેવાની, કારણકે અંજલિ મુદ્રા આદિ મુદ્રાઓ પેટા મુદ્રાઓ છે, અનિયત છે, સૂત્રપાઠમાં ઉપયોગી નથી, સૂત્રપાઠના ઉચ્ચાર વેળાએ આ મુદ્રા કરવી એવું વિધાન નથી તથા સૂત્રપાઠની પહેલા તથા પછી બોલાતી હોવાથી માત્ર શિષ્યોને વિશેષ મુદ્રાઓનો બોધ થાય એટલા પૂરતું છે. આમ, આ મુદ્રાઓ પેટા મુદ્રા સ્વરૂપ જ છે. આ બધું જ્ઞપરિજ્ઞાથી જાણવું. (૧૦) પ્રણિધાનસિક ચેત્યવંદન સૂત્ર, મુનિવંદન સૂત્ર અને પ્રાર્થનાસૂત્ર આ પ્રણિધાનત્રિક છે. આ પ્રણિધાનત્રિક ચૈત્યવંદનને અંતે કરાય છે. આગમ સૂત્રમાં ‘વંદઈ નમંસઈ” ની ટીકા કરતા આ જ-પ્રણિધાનત્રિક કહ્યું છેવંદઈ એટલે ચૈત્યવંદના દ્વારા પ્રતિમાજીને વંદન કરવા અને નમસઈ એટલે ચૈત્યવંદનને અંતે પ્રણિધાનાદિ દ્વારા નમસ્કાર કરવા. દશબિકની વિસ્તારથી સમજ નિશીહિત્રિકનું વર્ણના घरजिणहरजिणपूयावावारच्चायओ निसीहितिगं । अग्गद्दारे १ मज्झे २ तइया चिइवंदणासमये ३ ॥ गाथा-८ ગાથાર્થ : મુખ્ય બારણે, વચમા અને ત્રીજી ચેત્યવંદન વખતે (અનુક્રમે) ઘરની, જિનમંદિરની અને જિનપૂજાની (દ્રવ્ય) પ્રવૃત્તિના ત્યાગને આશ્રયીને ત્રણ નિરીતિઓ થાય છે. ટીકાર્ય પ્રથમ નિશીહિ કરતી વેળાએ ઘરના વ્યાપારનો ત્યાગ કરવાનો છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy