SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૩૭ વર્ણો છે એવું જ્ઞાન હોય તો જ સંભવે છે માટે આઠમું વર્ણદ્વાર કહેવામાં આવે છે. ‘વા સોલ સય સિયાજ્ઞા' ગાથાથી વર્ણની સંખ્યા બતાવશે. સામાન્યથી ચૈત્યવંદનમાં નવકાર-ખમાસમણ આદિ નવ સ્થાનોમાં બીજી વખત નહિ બોલાયેલા અને અવશ્ય કહેવા યોગ્ય ૧૬૪૭ વર્ણો છે, નવકાર, ખમાસમણ, ઈરિયાવહિયા, શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ અને પ્રણિધાન ત્રિકમાં અનુક્રમે ૬૮,૨૮,૧૯૯,૨૯૭,૨૨૯, ૨૬૦,૨૧૬,૧૯૮ અને ૧૫૨ અક્ષરો છે. આ નવે સ્થાનના કુલવર્ણો ૧૬૪૭ છે. બધા જ ધર્મોનું મૂળ નમસ્કાર છે. આવું જણાવવા માટે નવકારમંત્ર આદિના વર્ણોની સંખ્યાની ગણતરી કરવામાં આવી છે. પદ અને સંપદાની ગણતરીમાં પણ આ રીતે જ સમજવું. (૯) પદદ્વાર ': વર્ણોના સમુદાયથી પદો બને છે માટે વર્ણ પછી પદદ્વારનું વર્ણન કરવામાં આવ્યું છે. ‘ઈગસીઈ સયં તુ પયા’ આ ગાથા દ્વારા પદોનું વર્ણન કરવામાં આવશે. સામાન્યથી નવકાર આદિ સાતસ્થાનોમાં ૧૮૧ પદો છે. ‘ઈગસીઈ સયં તુ પયા’ અહીંયા તુ શબ્દ એક વિશેષતાને જણાવે છે. અહીંયા સાત સ્થાનોમાં ૧૮૧ પદો બતાવ્યાં છે. ખમાસમણ સૂત્ર અને જે અ અઈયા સિદ્ધા ગાથામાં પણ પદો છે. તો પણ બહુશ્રુત આચાર્ય ભગવંતોએ આ પદોની ગણતરી૧૮૧માં કરી નથી. ખમાસમણ આદિના સર્વ પદ અને સંપદાઓમાં કોઈપણ કારણ વિચારીને પૂર્વાચાર્યોએ ગણ્યા નથી. તેનું અનુસરણ કરીને ગ્રંથકારે પણ અહીંયા એ પદોની ગણતરી ૧૮૧ પદોમાં કરી નથી. લધુભાષ્યમાં પણ ૧૮૧ પદો બતાવ્યા છે. નવકાર, ઈરિયાવહિયા અને શક્રસ્તવ આદિમાં ૯,૩૨,૩૩,૪૩,૨૮,૧૬,૨૦ પદો છે. કુલ પદો ૧૮૧ છે. પદોની ગણતરી કરતી વખતે ઉપર જે કારણ બતાવ્યું તે કારણ બીજા સ્થાનોએ પણ પદોને ઓછાવત્તા ગણવામાં જાણવું. જેમકે સવ્વલોએ- સુઅસ ભગવઓવેયાવચ્ચગરાણું સંતિગરાણં સમ્મદિદ્ગિ સમાહિગરાણું- એ પાંચ પદોના વર્ણ ગણ્યા છે, પરંતુ સંપદાઓ ગણી નથી. માટે પદો પણ નથી ગણવાના. (૧૦) સંપદાદ્વાર : બે ત્રણ આદિ પદોથી સંપદાઓ થાય છે. આથી પદ દ્વાર પછી સંપદાદ્વાર કહેવામાં આવ્યું છે. જ્યાં અર્થની સમાપ્તિ થાય છે તેને સંપદા કહેવાય છે અથવા જેનાં દ્વારા અર્થ સંગતિ થાય છે તેને સંપદા કહેવાય. ‘સગનઉઈ સંપયાઉ’ પદ દ્વારા ૯૭ સંપદા બતાવી છે. નવકાર, ઈરિયાવહિયા, શક્રસ્તવ આદિ સાત સ્થાનોમાં ૮,૮,૯,૮,૨૮,૧૬,૨૦, સંપદાઓ છે. કુલ ૯૭ સંપદાઓ છે. ઈંગસીઈ સયં તુ પયા, અહીંયા તુ શબ્દ એક વિશેષ અર્થનો દ્યોતક છે. તે આ પ્રમાણે - આમ તો જ્યાં અર્થની સમાપ્તિ થતી હોય તેને સંપદા કહેવાય, પણ લોગસ્સમાં એવું નથી. અર્થાત લોગસ્સની સંપદા દ્વારા વિશેષ અર્થનું જ્ઞાન થતું નથી તો પણ સામાન્ય અર્થનો બોધ થાય છે અર્થાત સામાન્ય આકાંક્ષા શાંત થાય છે તેથી પદસંગતિ થાય છે આ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy