SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ -- શ્રી સરર માધ્યમ્ तलदोरेण सकज्जं मइमं कुज्जो कुलालुव्व ॥ જેમ કુંભાર પાણી છાંટતો જાય, કપડું ફેરવતો જાય અને તળીયાની દોરીથી ચાકડા ઉપર ઘટને કાપતો જાય, આ જ રીતે બુદ્ધિશાળી મધરતી મીઠી વાણીનો વરસાદ વરસાવી, વસ્ત્ર આદિથી સત્કાર કરી, આધાર અને આશ્વાસન આપી પોતાનું કામ કરી લે છે. મૃગાવતી રાણીએ ઘણો વિચાર કરીને દૂત દ્વારા ચંડપ્રદ્યોતને કહેવડાવ્યું, મહારાજા ચંડપ્રદ્યોત! શતાનીક રાજા તો ચાલ્યા ગયા છે, હવે તો તમે જ મારા આધાર છો. બીજું તો ઠીક છે, પણ પુત્ર ઉદાયન હજુ બહુ નાનો છે. જો હું તેને મૂકીને આવી જાઉં તો સીમાડાના દેશના રાજાઓ તેને મારી નાખે અને રાજ્યનું શું થાય?' મૃગાવતી રાણી! તમારા પુત્રનો મારા જેવો રક્ષણહાર હોય તો પછી કોણ એવો બહાદુર તમારા પુત્રનું કાંઈ બગાડી શકે? સ્વામિનાથી તમારી વાત બિલકુલ સાચી છે પણ જ્યારે સીમાડાના રાજાઓ કૌશાંબીનગર ઉપર આક્રમણ કરશે ત્યારે તમે દૂર રહીને શું કરી શકશો? જ્યારે સાપ ઓશીકા ઉપર આવી ગયો હોય અર્થાત કરડ્યો છે ત્યારે સો યોજન દૂર બેસેલો વૈદ્ય શું કરી શકવાનો છે?” “તો પછી રાણી! હવે એટલું જ કહેને કે હવે મારે તને મેળવવા શું કરવાનું?” અંતે મૃગાવતીએ દૂત દ્વારા ચંડપ્રદ્યોત રાજાને કહેવડાવ્યું કે રાજન! કોસાંબી નગરીનું સમારકામ કરાવો. દૂત! શું સમારકામ કરાવવું છે.” “રાજન! ઉજ્જૈનીની ઈટો બહુ મજબૂત છે. ઉજ્જૈનીની ઈટો લાવીને મોટો કિલ્લો બનાવો.” દૂતની આ વાત રાજાએ સ્વીકારી લીધી. पुरिसो मयणविहुरिओ पत्थिज्जतो मणप्पियजणेण । किं किं न देइ कि किं करेइ नहु लहु असज्जंपि ॥ જ્યારે પોતાની પ્રેમપાત્ર વ્યક્તિ માંગણી કરે છે ત્યારે કામના બાણથી પીડાતો માણસ પોતાનું બધું જ આપી દે છે અને જે શક્ય ન હોય તેવું કામ પણ કરી લે છે. મૃગાવતીની ઈચ્છા પૂરી કરવા માટે ચંડપ્રદ્યોત રાજાએ ચૌદે રાજાના સૈન્યને ઉજજૈનીથી કૌશાંબીનગર સુધી ગોઠવી દીધું. એક સૈનિક બીજા સૈનિકને આપે, બીજો ત્રીજાને આપે એ રીતે મનુષ્યોની પરંપરા દ્વારા ઉજજૈનીની ઈટોને કૌશાંબી લાવી હિમાલય જેવો ઉત્તુંગ કિલ્લો બાંધ્યો. કિલ્લો બંધાયા પછી ફરી મૃગાવતીએ ચંડપ્રદ્યોતને કહ્યું, ‘કિલ્લો તો બંધાઈ ગયો પણ ધાનના ભંડાર વિના શું કામનો?” ચંડપ્રદ્યોતે તરત જ ધનધાન્ય, વસ્ત્ર આદિ દ્વારા કૌશાંબીને ભરી દીધી. સાચે જ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy