SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ श्री सङ्काचार भाष्यम् રીતે આવ્યો છે તેને અનુસાર ચૈત્યવંદનાદિનો વિચાર ગ્રંથકર્તા મહાત્મા કહેશે. વર્તમાનમાં આચરાતો આચાર બહુશ્રુતોના અનુસાર આચરવામાં આવે તો તે જીતવ્યવહાર સ્વરૂપે બને છે. આથી જ અહીંયા ચૈત્યવંદનાદિ વિચાર બહુશ્રુત પૂર્વાચાર્યોને અનુસાર કહેવાશે. वत्तणुवत्तपवत्तो बहुसो आसेविओ महाणेण। एसो अजीअकप्पो पंचमओ होइ ववहारो ॥१॥ वत्तं नामं इक्कसि अणुवत्तो जो पुणो बिइयवारा । तइअट्ठाण पवत्तो सुपरिग्गहिओ महाणेण ॥२॥ ગીતાર્થ પુરુષો દ્વારા સેવાતા આચારને વૃત્ત, પ્રવૃત્ત અને અનુવૃત્ત કહેવામાં આવે છે. આ આચાર જીતકલ્પ નામનો પાંચમો વ્યવહાર છે. જે આચારને ગીતાર્થ પુરુષોએ એકવાર સેવ્યો હોય તેને વૃત્ત આચાર કહેવાય, બીજીવાર સેવે તેને અનુવૃત્ત આચાર કહેવાય અને ત્રીજીવાર સેવે તે આચારને પ્રવૃત્ત આચાર કહેવાય છે. બહુશ્રુતોએ આચરેલ આચારને ધર્મરત્ન પ્રકરણમાં માર્ગ કહેલો છે. मग्गो आगमनिई अहवा संविग्गगुरुजणाईण्णो। उभयाणुसारिणी जा सा मग्गणुसारिणी किरिया ॥१॥ સિદ્ધાંતમાં જેની પ્રરૂપણા કરવામાં આવી છે તે અથવા સંવેગી ગુરુભગવંતોએ જેનું આચરણ કર્યું છે તેને તથા ઉભયાનુસારી હોય તે ક્રિયા માર્ગાનુસારિ કહેવાય છે. આ રીતે બહુશ્રુત આદિને અનુસારે કહેવાતો આચાર માર્ગસ્વરૂપ છે. ચૈત્યવંદનાદિ વિચાર બહુશ્રુતોને અનુસાર ન કહેવામાં આવે તો તે માર્ગ સ્વરૂપ નથી બનતો. ઉલટાનો એ સ્વચ્છંદાચાર બને છે. નિશીથસૂત્રના ૧૧માં ઉદેશામાં કહ્યું છેउस्सुत्तमणुवइटें सच्छंदविगप्पियं अणणुवाई। परतत्तिपवत्ते तिंतिणे य इणमो अहाछंदो ॥११॥ નિશીથ સૂત્રની ચૂર્ણિમાં આ શ્લોકનો અર્થ કરતા યથાછંદનું સ્વરૂપ કહ્યું છે. જે સૂત્ર વિરુદ્ધ પ્રરૂપણા કરતો હોય, આચાર્ય ભગવંતોની પરંપરામાં ન આવ્યું હોય તેની પ્રરૂપણા કરતો હોય, સ્વઈચ્છાનુસારે કરેલી કલ્પનાથી પ્રરૂપણા કરતો હોય. સૂત્ર અર્થ ઉભયને અનુસરતું ન હોય તેની પ્રરૂપણા કરતો હોય અને આત્માની ચિંતા છોડી) બીજાની ચિંતામાં જ પ્રવૃત્ત હોય તથા બડબડાટ કરવાવાળો હોય તે યથાશૃંદ કહેવાય છે. વંદિતૃવંદણિજ્જ ગાથામાં ગ્રંથકારે પ્રથમ પદથી મંગલ કર્યું. સુવિયારં દ્વારા વિષય બતાવવામાં આવ્યો અને વિત્તમાસવુuvસુયાનુસારે આ પદ દ્વારા સંબંધ બતાવવામાં આવ્યો.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy