SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ श्री सङ्घाचार भाष्यम् ભગવંતોને, અનંત જ્ઞાન-અનંત આનંદ અને અનંત સુખને પામેલાસિદ્ધોને, શુભગુણોથી સમૃદ્ધ આચાર્ય ભગવંતોને, સદા સ્વસ્થ, આચાર પાલનથી સુંદર અને સ્વાધ્યાયમાં રમમાણ એવા ઉપાધ્યાય ભગવંતોને અને સંયમ ધર્મની સાધના કરતા એવા સાધુ ભગવંતોની સ્તુતિ કરી. આવી રીતેજિનેશ્વર આદિ ભગવંતોનાપ્રણિધાન દ્વારા કલ્યાણને પ્રાપ્ત કર્યું અને દશમા ભાવમાં શાંતિનાથ પ્રભુના ગણધર થઈને સિદ્ધિ ગતિને પામ્યા. શ્રી વિજયરાજાને ધર્મની આરાધના દ્વારા અંતરાયો ચાલ્યા ગયા અને મંગલની પરંપરા પ્રાપ્ત થઈ છે. આ જાણી જેઓ કલ્યાણની કામના ધરાવે છે તેઓએ મંગલ સ્વરૂપ એવા જિનેશ્વર પ્રભુના વંદનમાં પ્રયત્ન કરવો જોઈએ. * ઈતિ શ્રી વિજ્યનૃપ કથા શાસ્ત્રકાર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વંદિત વંદણિજ્જ પદ દ્વારા મંગલ કર્યું. વંદિતુ- વંદિતા અહીં કૃત્વા પ્રત્યય છે. એક ક્રિયા કર્યા પછી બીજી ક્રિયા કરવાની હોય તો ત્વા પ્રત્યય મૂકવામાં આવે છે. આ કૃત્વા પ્રત્યય બીજી ક્રિયાને જણાવે છે. આ બીજી ક્રિયા છે. વક્ષ્યામિ કહીશ. વંદનીયોને વંદન કરીને ચૈત્યવંદનાદિ સુવિચાર કહેવાના છે. ચૈત્યવંદનનો અર્થ -ચૈત્ય શબ્દ ચિત્ત પરથી બન્યો છે. અહીં ચિત્ત શબ્દથી પ્રસન્ન મન લેવાનું છે. મનની પ્રસન્નતાને ચૈત્ય કહેવાય છે. જિનેશ્વર પ્રભુના પ્રતિમાજી મનની પ્રસન્નતાનું કારણ છે આથી પ્રતિમાજીને પણ ચૈત્ય કહેવાય છે. પ્રસન્નતા કાર્ય છે અને પ્રતિમાજી કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે માટે અહીં પ્રતિમાજીને ચૈત્ય કહેવાય છે. આ પ્રતિમાજીને વંદના કરવી તેને ચૈત્યવંદના કહેવાય છે. આ ॐधुंछ : चित्तं-मणो पसत्थं, तब्भावो चेइयंति तज्जणगं । जिणपडिमाओ ત િવંત્U/મમવાયા તિવિહેં ? પ્રશસ્ત મનને ચિત્ત કહેવાય છે. ચિત્તની પ્રસન્નતાને ચૈત્ય કહેવાય છે. આ પ્રસન્નતાને કરનાર જિનપ્રતિમા છે. આ જિનબિંબોને કરાતું વંદન અભિવાદન ત્રણ પ્રકારનું છે. ચૈત્ય શબ્દનો બીજો અર્થ - ચૈત્યમાં ચિતિ શબ્દ છે. ચિતિ એટલે લેપ્ય આદિ વસ્તુઓને એકઠી કરવી. આ ચિતિના ભાવ અથવા કર્મને ચેત્ય કહેવાય છે. સંજ્ઞાદિ શબ્દોમાં આપેલ આ ચૈત્ય શબ્દ દેવતાના બિંબ તરીકે પ્રસિદ્ધ છે. ચૂર્ણિમાં ચૈત્ય શબ્દનો અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. ચૈત્ય શબ્દમાં ચિતિ ધાતુ છે. ચિતિ સંજ્ઞાને ચિતિ ધાતુ જ્ઞાનાર્થક છે. કાષ્ઠ, આરસ આદિમાં બનાવેલ પ્રતિકૃતિને જોઈ આ અરિહંત પ્રભુની પ્રતિમા છે આવો ખ્યાલ આવે છે, માટે પ્રતિમાજીને ચૈત્ય કહેવાય છે. પ્રશ્ના જિનેશ્વર પ્રભુને કરાતું વંદન ભાવ અરિહંત એટલે કે સાક્ષાત્ અરિહંત ભગવંતને કરવાનું છે તો પછી આ વંદનને ચૈત્યવંદન શા માટે કહેવામાં આવે છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy