SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૨૧૯ શું અકાર્ય કરતા નથી?” ભગવાન અચળબળભદ્રની દેશના સાંભળીને અશનિઘોષે પ્રભુને કહ્યું, “પ્રભુ! મેં સાત રાત્રિદિવસના ઉપવાસ કરીને ભ્રામરિ નામની વિદ્યાને સિદ્ધ કરી. પછી હું ચમચંચા નગરી તરફ જતો હતો. જ્યોતિવનમાં મેં સુતારાને જોઈ. સુતારાને જોતા મને એવો સ્નેહ થયો જેથી હું સુતારાને મૂકીને જવા માટે અશક્ત બની ગયો. તેથી મેં વૈતાલિની વિદ્યાથી શ્રી વિજયરાજાને મોહમાં પાડ્યા અને સુતારાને ગ્રહણ કરીને મારી માતાની પાસે મૂકી, પણ મેં સુતારાની આગળ કાંઈ પણ અશોભન શબ્દો ઉચ્ચાર્યા નથી. પ્રભુ! મને એ કહો કે મને શા માટે સુતારા ઉપર આટલો બધો સ્નેહ છે? અશનિઘોષની શંકાનું સમાધાન કરવા માટે કહ્યું, “અશનિઘોષ ! આ સુતારા રત્નપુર નગરમાં તારી પ્રિયા હતી. પૂર્વભવના સ્નેહના સંસ્કારથી સુતારા ઉપર તને ઘણો સ્નેહ છે.” - મુનિભગવંતના આ વચન સાંભળીને અશનિઘોષ વૈરાગ્યવાસિત બન્યો. શ્રી વિજયરાજા અને શ્રી અમિતતેજ રાજા પાસે પોતાના અપરાધની ક્ષમા યાચી. પછી અનેક રાજાઓની સાથે કેવળી શ્રી અચળબળભદ્ર પ્રભુ પાસે દીક્ષાનો અંગીકાર કર્યો. અશનિઘોષે કેવળી ભગવંત અચળ બળભદ્ર પાસે સંયમનો સ્વીકાર કર્યો. આ જોઈને અમિતતેજે કેવળી ભગવંતને પૂછ્યું, “હે પ્રભુ! હું ભવ્ય છું કે અભવ્ય છું? હું સમ્યકત્વી છું કે મિથ્યાત્વી છું? હું આરાધક છું કે વિરાધક છું? હું ચરમદેહી છું કે અચરમદેહી છું?' અમિતતેજની આ શંકાનું સમાધાન આપવા માટે કેવળી ભગવંતે ફરમાવ્યું, 'सिरिविस्सेणअइरासुयं मयंकं पुणामि संतिजिणं । बारसभवकित्तणओ सगणहरं चत्तधणुमाणं ॥ શ્રી વિશ્વસેન રાજા અને અચિરા માતાના પુત્ર, હરણના લાંછન વાળા અને ૪૦ ધનુષ્યના માનવાળા એવા શ્રી શાંતિનાથ પ્રભુની ગણધર ભગવંત સહિત બાર ભવો વર્ણવીને હું સ્તવના કરું છું. અમિતતેજ ! તું પ્રથમભવમાં શ્રીપેણ નામનો રાજા હતો. અભિનંદિતા નામની તારી પત્ની હતી. બીજા ભવમાં તમે બંને ઉત્તરકુરુમાં યુગલિક થયા. ત્રીજા ભવમાં સૌધર્મદેવલોકમાંદેવ થયા. ચોથા ભવમાં તમે અહીં શ્રી અમિતતેજ અને શ્રી વિજયરાજા થયા. પાંચમા ભવમાં પ્રાણત નામના પાંચમા દેવલોકમાં દેવ થશો. છઠ્ઠા ભવમાં શુભાપુરી નગરીમાં અપરાજિત અને અનંતવીર્ય નામના બલદેવ અને વાસુદેવ બનશો. સાતમા ભવમાં તુ અમ્રુત નામનો ઈદ્ર અને શ્રી વિજયરાજા નરકમાં નારકી બનશે. ત્યાંથી કાળ કરીને તે વિદ્યાધરોના રાજા મેઘનાદ બનીશ. વિજયરાજા અશ્રુત કલ્પમાં સામાનિક દેવ બનશે. અમિતતેજ! તું આઠમાં ભાવમાં રત્નસંચયા નામની નગરીમાં વયુધ ચક્રવર્તી અને વિજયરાજા તમારા પુત્ર સહસ્રાયુધ બનશે. નવમા ભવમાં તમે બંને ત્રીજા
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy