________________
૨ ૧ ૨
श्री सङ्घाचार भाष्यम् વંદન કરવા માટે ચાલી. માર્ગમાં તેને વિમાનમાં બેઠેલા બે વિદ્યાધરોને જોયા. તેમના સુંદર રુપથી મોહ પામી વિદ્યાધરો ઉપર શ્રીદત્તાને અનુરાગ થયો. રસ્તામાંથી પાછી વળી શ્રી દત્તા પોતાના ઘરે આવી. તેને પોતાના પાપની આલોચના અને પ્રતિક્રમણ પણ ન કર્યું. શ્રી દત્તા ત્યાંથી મૃત્યુ પામી અને અહીંયા તું કનકશ્રી તરીકે બની. શ્રીદત્તાના ભવમાં સેવેલા દોષને કારણે તારા આ ભવમાં પિતાનું મરણ અને ભાઈનો વિરહ આદિ પ્રાપ્ત થયો. આગમમાં પણ કહ્યું છે : " जह चेव उ मुक्खफला आणा आराहिया जिणिंदाणं ।
संसारदुक्खफलया तह चेव विराहिया होइ ॥ જેમ જિનેશ્વર ભગવાનની આજ્ઞાની આરાધના મોક્ષનું ફળ આપનારી છે તેમ તે જ આજ્ઞાની વિરાધના સંસારના દુઃખરુપ ફળને આપનારી છે.
કીર્તિધરમુનિના મુખેથી પોતાનો ભવ સાંભળીને કનકશ્રીએ વાસુદેવને કહ્યું, “નાનું કાણું પડતા નાવ જેમ પાણીમાં ડૂબી જાય છે તેમ નાના પણ કરેલા પાપથી જીવ પણ આ સંસારમાં ડૂબી જાય છે. નાના પણ પાપથી જો આવું દુઃસહ દુઃખ પ્રાપ્ત થાય છે તો સઘળા દુઃખોની ખાણ સ્વરૂપ એવા આ કામભોગો વડે શું? સ્વામિનાથ ! મારી ઉપર કૃપા કરો બધાં જ દોષોનો ક્ષય કરનારી એવી દીક્ષા મને આપો. હું આવી છળકપટવાળી સંસારરુપ રાક્ષસીથી ભયભીત થઈ છું.”
હે સુતનુ! તું ભલે સંયમ સ્વીકાર કર. પરંતુ હમણા તો આપણે શુભપુરીમાં જઈએ. ત્યાં જઈને તું સ્વયંપ્રભ તીર્થંકર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરજે.” વાસુદેવની વાતનો કનકશ્રીએ સ્વીકાર કર્યો. ત્યારબાદ કિર્તિધરમુનિને નમસ્કાર કરીને તેઓ શુભપુરીમાં ગયા. વિજયાર્ધના રાજાઓએ શુભપુરીમાં અનંતવીર્યનો અર્ધચક્રવર્તી તરીકે અભિષેક કર્યો.
એક દિવસ શુભપુરીનગરીમાં સ્વયંપ્રભજિનેશ્વર પધાર્યા. કનકશ્રીએ તીર્થંકર પ્રભુ પાસે સંયમનો સ્વીકાર કર્યો. બળદેવ તથા વાસુદેવે અપૂર્વ દીક્ષા મહોત્સવ કર્યો. સંયમ સ્વીકારીને કનકશ્રીએ કનકાવલિ, મુક્તાવલિ, રત્નાવલિ તથા ભદ્ર આદિ વિવિધ પ્રકારના તપોને વિધિ પૂર્વક કર્યા અને ધર્માનુષ્ઠાનના વિધિમાં નિરત બન્યા. કનકશ્રી સાધ્વીજીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં કેવળદર્શનથી સકળ પદાર્થો દેખાવા લાગ્યા. અંતે કનકશ્રી કેવળજ્ઞાનીએ સિદ્ધિગતિને પ્રાપ્ત કરી અને અનંત સુખ તથા વીર્યથી સમૃદ્ધ બન્યા.
ઉત્તમ ભાવોને ધારણ કરનારા હે ભવ્ય જીવો! શ્રી દત્તાના આ વૃત્તાંતને સાંભળીને શ્રી જિનેશ્વર પ્રભુને કરાતા ચૈત્યવંદન આદિ અનુષ્ઠાનોમાં થોડો પણ દોષ ન લેવો.
ઈતિ શ્રી દત્તા કથા સમાપ્ત