SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૨૦૫ લલિતવિસ્તારા ગ્રંથ અનુષ્ઠાનવિધિપૂર્વક કરવામાં આવે તો શાસ્ત્રની આરાધના થાય છે. પરમાત્મા પ્રત્યેનો બહુમાન ભાવ વૃદ્ધિ પામે છે. લોકોનુસરણનો ત્યાગ થાય છે. લોકોત્તર પ્રવૃત્તિનો સ્વીકાર થાય છે. ધર્માચરણ પ્રાપ્ત થાય છે. ધર્માનુષ્ઠાન વિધિપૂર્વક ન થાય તો શાસ્ત્રની અનારાધના, પ્રભુ પ્રત્યેનું અબહુમાન આદિ થાય છે. આ વિષય ઉપર સૂમબુદ્ધિથી વિચાર કરવો જોઈએ, કારણકે શાસ્ત્ર કથિત ઉપદેશનું ઉલ્લંઘન કરીને સામાન્ય પુરુષોએ ચાલુ કરેલો માર્ગ હિતપ્રાપ્તિનો ઉપાય ન હોઈ શકે. શંકા ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોના ઉત્સર્ગ માર્ગ શાસ્ત્રમાં બતાવેલો છે અને તે જ હિતપ્રાપ્તિનો ઉપાય છે તો પછી અપવાદો ગતાનુગતિક રૂપ થઈ જશે. (કેમકે તે કોઈક પુરુષ સેવતા હોય છે.) સમાધાન : અપવાદ ક્યારેય ગતાનુગતિક નથી બનતો. પરંતુ આ અપવાદ પણ સૂત્રથી બાધિત નથી, મહાન લાભ અને અલ્પ નુકશાનવાળો છે, ઘણા દોષોની નિવૃત્તિ થતી હોવાથી શુભ છે, શુભનો અનુબંધ કરાવનારો છે અને મહાસત્ત્વશાળી જીવોએ પણ આ અપવાદને આદરેલો છે તેથી તે ઉત્સર્ગનો ભેદ છે. અપવાદ એ ઉત્સર્ગનો ભેદ છે. અપવાદ ઉત્સર્ગનો એક પ્રકાર છે, કારણકે અપવાદ ઉત્સર્ગના સ્થાને છે અને ઉત્સર્ગના સ્થાને હોવાથી ઉત્સર્ગની આરાધના દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળની પ્રાપ્તિ અપવાદની આરાધનાથી પણ થાય છે. આગમ - उन्नयमविक्ख निन्नस्स पसिद्धी उन्नयस्स निन्नं व। इय अन्नन्नाविक्खा उस्सग्गववाय दो तल्ला ॥ જેમ આ ઉંચું છે એવી અપેક્ષાથી નીચાની પ્રસિદ્ધિ થાય છે અને આ નીચું છે એવી અપેક્ષાથી ઉંચાની પ્રસિદ્ધિ થાય છે. આ જ રીતે ઉત્સર્ગ અને અપવાદ પણ એકબીજાની સાપેક્ષ છે, અર્થાત્ ઉત્સર્ગ છે તો અપવાદ છે અને અપવાદ છે તો ઉત્સર્ગ છે. આમ, ઉત્સર્ગ અને અપવાદ બને તુલ્ય છે. અપવાદનો ત્યાગ કરી અનુષ્ઠાનના ત્યાગમાં મોટું પ્રાયશ્ચિતઃ अविहिकया वरमकयं असूयवयणं भणंति समयन्नू ।' पायच्छित्तं अकए गुरुयं वितहे कए लहुयं ॥ અનુષ્ઠાન અવિધિવાળુ હોવાથી નહિ કરવું સારુ- એવા વચનને શાસ્ત્રજ્ઞ પુરુષો આગમ બાહ્ય કહે છે. અનુષ્ઠાન અવિધિવાળું હોવાથી ન કરવામાં ગુરુ પ્રાયશ્ચિત આવે છે, જ્યારે વિધિવાળું અનુષ્ઠાન ન થાય અને અવિધિવાળુ અનુષ્ઠાન કરે તો લધુ પ્રાયશ્ચિત આવે છે. જે ધર્માનુષ્ઠાન કરવાથી સૂત્રમાં બાધ આવતો હોય તથા લાભ અલ્પ અને નુકશાન
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy