SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ श्री सङ्घाचार भाष्यम् શેઠે મોટું મન રાખીને તેને જલ્દી પાણી પાયું અને કહ્યું, ‘હે ભદ્રે ! સુખ આપનારા પરભવના ભાથાને ગ્રહણ કર. મધુ માંસ રાત્રિભોજન તથા મદિરા પાન આદિના પાપોની નિંદા કર. જીવહિંસા કરવી, અસત્ય ભાષણ, પરધનને હરવું તથા અન્ય સ્ત્રી સાથે મૈથુન સેવવા રુપ વચન મન અને કાયાથી કરેલા દુષ્કૃતોની નિંદા કર. વિજય ! પૂર્વભવમાં આપણે જ કરેલા કર્મોનું જ ફળ આપણને મળે છે. બીજો તેમાં નિમિત્ત માત્ર જ હોય છે. તું ખિન્ન ન બન, દીન ન બન, ગુસ્સો પણ ન કરીશ. ત્રણે ભુવનને માટે જેઓ શરણ્ય છે તેવા અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મતત્ત્વનો સ્વીકાર કર. બધી જ જાતના અપસ્માર રોગને દૂર કરનાર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર. આ સ્મરણ ક્ષુદ્ર ઉપદ્રવનો નાશ કરે છે અને સમસ્ત સિદ્ધિનું દાન કરે છે.’ શ્રીપતિ શેઠે આ પ્રમાણે વિજયચોરને સમાધિ આપી. વિજય પણ સમાધિને પ્રાપ્ત કરીને નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બન્યો અને મરણ પામીને પ્રથમ દેવલોકમાં દેવ થયો. કહ્યું છે : હિંસાવાનનૃતપ્રિય : પરધનાહતાં પરસ્ત્રીરતઃ किंचान्येष्वपि लोकगर्हितमहापापेषु गाढोद्यतः । मंत्रेशं स यदि स्मरेदविरतं प्राणात्यये सर्वथा दुष्कर्मार्जितदुर्गदुर्गातिरपि स्वर्गीभवेन् मानवः ॥ હિંસા કરનાર, અસત્યપ્રિય, પરધનની ઉઠાંતરી કરનાર, પરસ્ત્રીમાં આસક્ત અને બીજા પણ લોકગર્હિત મહાપાપોમાં અત્યંત આસક્ત એવો પણ માનવ કે જેને દુષ્કર્મો કરીને દુર્ગતિ પ્રાપ્ત કરી હોવા છતાં પ્રાણના વિનાશ સમયે સતત મહામંત્રનું સ્મરણ કરતો હોય તો તે દેવલોકને પ્રાપ્ત કરે છે. વિજયચોર દેવલોકમાં ઉત્પન્ન થયો. અવધિજ્ઞાનથી તેણે પોતાના પૂર્વભવનું વૃત્તાંત જાણી લીધું. પોતાના પરિવાર સાથે દેવલોકમાંથી વિજયદેવે ભૂલોકમાં અવતરણ કર્યું. તેણે શ્રીપતિશેઠને પોતાનો પૂર્વભવ જણાવ્યો. શ્રીપતિશેઠના ચરણમાં પડીને નમસ્કાર કર્યા અને વિજયદેવે આ બાજુબંધ શેઠને આપ્યા. મહારાજા એ બાજુબંધને આપનાર દેવ હું પોતે જ છું. આ શ્રીપતિશેઠે અભિગમ આદિ વિધિપૂર્વક ચૈત્યવંદન આદિ સુકૃતો કરેલા છે તેથી તેઓ હવે પછીના ભવમાં મારી ઉપર અત્યંત પ્રેમવાળા મારા સ્વામી થવાના છે. માટે પાપનો નાશ કરનારા તથા મારા ઉપર ઉપકાર કરનાર મારા આ સ્વામીની પાસે મને મળેલા સંકેતને અનુસારે ઘણી વખત હું અહીંયા આવું છું અને તેમને વાંદુ છું, સ્તુતિ કરું છું અને સેવા કરું છું. હમણા પૂર્વભવનું વૈર યાદ આવતા તમારા સૈન્યમાં મેં ઉપદ્રવ કર્યો. તમને પણ ગાલ ઉપર થાપટ લગાવી અને બેભાન કર્યા. પરંતુ શ્રીપતિશેઠે મારું સ્મરણ કર્યું
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy