________________
श्री सङ्घाचार भाष्यम् । ૨૩. ભાવિચતુર્વિશતિજિન સ્તવન ગ્લો. ૧૪ ૨૪. પાર્શ્વનાથ સ્તવન ગા. ૯ ૨૫. પાર્શ્વનાથ તીર્થ સ્તોત્ર શ્લો. ૧૧ ૨૬. પૂર્વાર્ધ સંસ્કૃત- ઉત્તરાર્ધપ્રાકૃત ભાષામયસ્તવન ગ્લો. ૯
(જૈનસ્તોત્ર સંદોહ ભા-૧ પૃ. ૧૩-૧૪)માં છપાયું છે. ૨૭. ભવત્રયસ્તવ ગા. ૨૪ ૨૮. પાંત્રીસ જિનવાણી સ્તવન ગા. ૧૬ ૨૯. જીવવિચાર સ્તવ ગા. ૪૦ - ૩૦. યમકમય વર્તમાન ચતુર્વિશતિ જિન સ્તવન ગ્લો. ૩૯ વગેરે
કાલકાચાર્ય કથા (પ્રાકૃત ૧૦ પગાથા) સમભાવ શતક (જેન ગ્રંથાવલી પૃ.૧૧૩) પરમાણુ વિચાર પત્રિશિકા મુક્તિકમલ જૈન મોહનમાળામાં પ્રકાશિત બંધષત્રિશિકા(અવચૂરિ સાથે) મુક્તિકમલ જૈન મોહનમાળામાં પ્રકાશિત કાલસત્તરિ (સટીક) આત્માનંદ સભા પ્રકાશિત. વિ.સં. ૧૯૬૮ હૈમ લઘુન્યાસ (ગ્રં. ૯૦૦૦) યુગપ્રધાન સ્તોત્ર, ભવસ્થિતિસ્તવ, કાયસ્થિતિ પ્ર. સ્તવ, સ્તુતિ ચતુર્વિશતિ, દેહ સ્થિતિ પ્રકરણ, ચતુર્વિશતિ જિન સ્તુતિ, ચતુર્વિશતિ જિન સ્તવન
ગ્રંથ રચનાની ઉપરોક્ત વિગત જૈન પરંપરાનો ઈતિહાસ ભા-૩, જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, જૈન ગ્રંથાવલી, જિનરત્ન કોશ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ આદિના આધારે તૈયાર કરી છે. દરેક ગ્રંથો પ્રગટ થયેલા નથી. અને પ્રગટ થયેલા પણ બધા ગ્રંથો અમે જોઈ શક્યા નથી. એટલે આમાં કોઈ કૃતિ અન્ય ધર્મઘોષસૂરિજીની હોઈ શકે. જૈન સ્તોત્ર સંગ્રહમાં આ. ધર્મઘોષસૂરિજીના ૨૩ સ્તોત્રો પ્રસિદ્ધ થયા છે. તેઓ શ્રીએ પોતાના ગુરુ મ.ના સાહિત્યિક કાર્યોમાં પણ સહાય કરી છે. એઓશ્રીના ગુરુ મ. પૂ. આ. ભ. દેવેન્દ્રસૂરિ મ. કર્મગ્રંથ ટીકાની પ્રશસ્તિમાં એમના બન્ને શિષ્યો (અને બન્ને ભાઈઓ) વિષે લખે છે કે
विबुधवरधर्मकीर्तिश्रीविद्यानन्दसूरिमुख्यैः ।। स्व-परसमयैककुशलैस्तदेव संशोधिता चेयम् ॥
આ. ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી દિયાણાના સંઘે વિ.સં. ૧૩૩૯ મહા સુદ૧૩ના રોજ ગ્રંથભંડારની સ્થાપના કરી હતી. મેવાડના સોનગરા શ્રીમાલી મંત્રી સીમંધરના પરિવારે પણ આચાર્યશ્રીની પ્રેરણાથી ગ્રંથો લખાવ્યા હતા.
સંઘાચાર ભાષ્ય તરીકે જાણીતા સંઘાચારવિધિવૃત્તિ સહિત દેવવંદન (ચૈત્યવંદન) ભાષ્યનું પ્રકાશન વિ.સં. ૧૯૯૪માં ઋષભદેવ કેશરીમલ થે. સંસ્થા રતલામથી થયું