SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ श्री सङ्घाचार भाष्यम् પિતાને આ વાત જણાવી. સાગરનો આવો નિશ્ચય જાણી સાગરદત્તે તેને છોડી દીધો. પુત્રી સુકુમાલિકાને એક દ્રમક સાથે પરણાવી દીધી. તે દરદ્ર પણ સુકુમાલિકાના સ્પર્શને સહન કરવા સમર્થ ન હતો. આથી સુતેલી સુકુમાલિકાને છોડીને અને પોતાના ફાંટેલા વસ્ત્રો તથા ઠીકરાને લઈને નાસી ગયો. પિતા સાગરદત્તે સુકુમાલિકાને સમજાવ્યું, ‘બેટી ! આ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે તું ખેદ ન કર.’ પિતાએ સમજાવતા શાંત થયેલી સુકુમાલિકા સાધુ સાધ્વીને વહોરાવવા લાગી. ગોચરી વહોરવા માટે આવતાં સાધ્વીજીઓને તે મંત્રતંત્રના પ્રયોગો પૂછવા લાગી. એક દિવસ ગોપાલિકા નામના પ્રવર્તિની સાધ્વીએ પ્રથમ તેને શ્રાવક ધર્મ આપ્યો અને પછી સાધુધર્મ આપ્યો. સાધ્વીજીએ સાધ્વી બનેલ સુકુમાલિકાને સમજાવ્યું કે ઉપાશ્રયમાં અથવા અગાશીમાં આતાપના લેવી કલ્પે. આ રીતે સુકુમાલિકાને સમજાવવા છતાં પણ તે ઉપાશ્રયની બહાર ઉદ્યાન આદિમાં જ કાઉસ્સગ્ગ આદિ કરવા લાગી. એક દિવસ શિબિકાની અંદર પાંચ મનુષ્યોની સાથે આદર પૂર્વક ક્રીડા કરતી દેવદત્તાને જોઈને સુકુમાલિકા વિચારવા લાગી, ખરેખર આ સ્ત્રીનું કેવું સુંદર લાવણ્ય છે, તે કેવી સૌભાગ્યશાળી છે, અરે ! હું અભાગણી એકને પણ અણગમતી હતી. છટ્ઠ અક્રમાદિક તપ કરીને હું પણ આ સ્ત્રી જેવી થાવું.' આ પ્રમાણે વિચાર કરી સુકુમાલિકા સાધ્વીજીએ ખરાબ નિયાણું કર્યું. સુકુમાલિકા સાધ્વી હવે હાથ આદિનું પ્રક્ષાલન કરવા લાગ્યા ત્યારે સાધ્વીજીએ તેમને સમજાવ્યું કે ત્રણ ગુપ્તિનું પાલન કરનાર બ્રહ્મચારીઓને આ પ્રકારનું સ્નાન કરવું યુક્ત નથી. ગુરુણી એને વારંવાર આ પ્રમાણે કહેવા લાગ્યા ત્યારે તે અલગ ઉપાશ્રયમાં રહેવા લાગ્યા. પોતાને મન ફાવે તેમ કરવા લાગ્યા. અંતે ૧૫ દિવસના ઉપવાસ કરી કાળધર્મ પામ્યા. કાળ કરી તેઓ બીજા કલ્પમાં નવ પલ્યોપમના આયુષ્યવાળા અપરિગૃહિતા દેવી થયા. ત્યાંથી ચ્યવીને કાંપિલ્યપુરમાં દ્રુપદરાજા અને ચુલની રાણીની પુત્રી દ્રૌપદી તરીકે જન્મ પામ્યા. દ્રૌપદી રાજકુમારીએ સ્વયંવરમાં પાંચપાંડવોને સ્વામી તરીકે સ્વીકાર કર્યો. પાંચ પાંડવને વરતાં પહેલા દ્રૌપદીએ જિનેશ્વર પ્રભુની ભક્તિ કરી હતી. જ્ઞાતાદર્શીકા : આ અવસરે રાજકન્યા દ્રૌપદીએ સ્નાનઘરમાં સ્નાન કર્યું. સ્નાન કરીને તેણે જિનાલયમાં પ્રવેશ કર્યો. જિનેશ્વર પ્રભુની પ્રતિમાજીને પ્રણામ કર્યા. પ્રભુજીને પ્રણામ કરીને મોરપીંછી કરીને સૂર્યાભદેવની જેમ દ્રૌપદીએ પ્રતિમાજીને પૂજ્યા. યાવત્ ધૂપપૂજા પણ કરી. ડાબા ગુડાને ઊંચો કરીને બે હાથ જોડીને નમ્રુત્યુણં નો સંપત્તાણું સુધી પાઠ કર્યો. વંદન કર્યા અને નમસ્કાર કર્યો. દ્રૌપદીએ જિનપ્રતિમાને વંદન કર્યા એ વિષયમાં જીવÎની આ 1 3 0
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy