SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૭૩ બીજાને પીડા આપી પોષવામાં આવે તે શું નીતિયુક્ત છે? निरर्थका ये चपलस्वभावा यास्यन्त्यवश्यं स्वयमेव नाशम् । ते एव यांति क्रिययोपयोगं, प्राणा : परार्थे यदि किं न लब्धं ? ॥ જે પ્રાણો નિરર્થક છે, ચપલ સ્વભાવવાળા છે અને સ્વયં નાશ પામવાના છે તે પ્રાણો પરકલ્યાણ માટે ઉપયોગી થાય તો આપણે શું નથી મેળવ્યું? इक्कंचिय इत्थ वयं निद्दिटुं जिणवरेहिं सव्वेहि। तिविहेण पाणिरक्खणमवसेसा तस्स रक्खटठा ॥ મન, વચન અને કાયાથી પ્રાણીની રક્ષા કરવા સ્વરૂપ એક જ પ્રાણાતિપાત વિરમણવ્રત સર્વ તીર્થકર ભગવંતોએ પ્રરુપેલું છે અને બીજા વ્રતો તો તેની રક્ષા માટે છે. સમગ્ર પ્રાણિગણના રક્ષણમાં તત્પર થયેલા, પોતાના જીવનની પણ અપેક્ષા વિનાના મહાસત્ત્વશાળી ધર્મરુચિ અણગારે આવો વિચાર કરીને આખું ય તુંબડુ વાપરી લીધું. કહ્યું છે. નિયપાળ પરપોર્દિ પાળિો પાતાંતિ સર્વોવા परपाणं नियपाणेहिं कोइ विरलुच्चिय जियंति ॥ આ જગતના લગભગ બધા જ જીવો બીજાના પ્રાણોનો વધ કરીને પોતાના પ્રાણની રક્ષા કરે છે. એવા જીવો તો થોડાક જ છે જેઓ પોતાના પ્રાણના ભોગે બીજાના પ્રાણની રક્ષા કરે છે. કડવા તુંબડાના ભક્ષણ પછી ક્ષણમાત્રમાં ઝેર તેમના શરીરમાં ફેલાઈ ગયું. તેમના શરીરમાં કડવાશ કડવાશ ફેલાઈ ગઈ. દુઃખે સહન કરાય તેવી તીવ્ર વેદના ઊભી થઈ. આથી ધર્મરુચિ અણગાર અક્ષમ, નિર્બળ, નિર્વીર્ય બની ગયા. પુરુષાર્થ અને પરાક્રમ વિનાના બની ગયા. તેમને લાગ્યું કે હવે પાત્રાદિ ઉપકરણો હાથમાં પકડી શકાશે નહિ. આમ સમજીને એકાંત સ્થાનમાં પાત્રાદિને મૂક્યા. ભૂમિની પડિલેહણા કરીને ડાભનો સંથારો પાથર્યો. સંથારા ઉપર બેઠા. પૂર્વાભિમુખ થઈને પદ્માસનમાં બેસીને બે હાથ જોડી દશનખ ભેગા કરી આવર્ત કરીને મસ્તક ઉપર અંજલિ જોડીને ધર્મચિએ આ પ્રમાણે નમુથુણંથી સિદ્ધિગઈ નામધેય ઠાણે સપત્તાણ સુધીનો પાઠ કર્યો. અરિહંત પ્રભુની સ્તવના પછી તેમને તેમના ગુરુની સ્તુતિ કરી, મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશ દાતા સ્થવર ધર્મઘોષ સૂરિને મારો નમસ્કાર થાવ. પૂર્વમાં મેં મારા ગુરુદેવ Wવીર ધર્મઘોષાચાર્ય પાસે પ્રાણાતિપાતાદિથી પરિગ્રહ પર્વતના યાવજીવ પચ્ચખાણ કર્યા હતાં. હમણાં પણ તેજ ભગવંતની પાસે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનો સર્વથી ત્યાગ કરું છું. ક્રોધ માન માયા લોભ પ્રેમ કેષ કલહ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy