________________
श्री सङ्घाचार भाष्यम्
૧૭૧ દેખાય છે. તથા વિવિધ વિધિ પ્રમાણિક ગ્રંથોમાં મળે છે અને વિનય વિશેષ તેનું ફળ છે. માટે આ વિવિધ વિધિનો નિષેધ કરી શકાય નહિ. તેમાં કારણ મુનિભગવંતોના વિચિત્રમતો દેખાય છે. તેમજ આ બધાં મતો પરસ્પર અત્યંત વિરુદ્ધ નથી. કારણકે સર્વ રીતે પણ પ્રભુનો વિનય કરવો એ જ ફળ છે.
મૂળ તો નમુત્થણમાં વિવિધ વિધિમાં યોગમુદ્રાથી શકસ્તવનો પાઠ કરવામાં ક્યાંય વાંધો નથી આવતો.
વંનિમુUિ - અરિહંત ચેઈઆણે ઈત્યાદિદંડકો દ્વારા વિદ્ગોને જીતનારી જિનમુદ્રાથી જિનેશ્વરપ્રભુની પ્રતિમાને વંદન કરવાનું છે. જિનમુદ્રા ઊભા થઈને પગ દ્વારા કરવાની છે, અર્થાત્ આ મુદ્રાનો આશ્રય પગમાં હોય છે.
બીજું જ્યારે અરિહંત ચેઈયાણનો પાઠ કરાય ત્યારે જિનમુદ્રા તો હોય જ પણ સાથે યોગમુદ્રા પણ ઘટે છે, કારણકે યોગમુદ્રા હાથ દ્વારા કરવાની હોય છે. અરિહંત ચેઈઆણું સ્તવરૂપે પણ છે “થયપાઢો હોઈ જોગમુદ્દાએ સ્તવપાઠ યોગમુદ્રાએ થાય છે. આમ, અરિહંત ચેઈઆણંમાં બંને મુદ્રાનો પણ ઉપયોગ થાય છે. (કાઉસ્સગ્નમાં યોગમુદ્રા નહિ થાય)
પuિઠ્ઠા મુતસુત્તી - પ્રણિધાન મુક્તાશુક્તિ મુદ્રાએ કરવાનું છે. પ્રણિધાન એટલે જય વીયરાય આદિ શબ્દોથી કરાતી ઈષ્ટ માંગણી. આવી માંગણી કરવાથી પ્રાર્થના કરનારને આ માંગણી તિવ્રમોક્ષાભિલાષનું કારણ બને છે. જ્યારે તિવમોક્ષાભિલાષ પ્રગટ થાય છે ત્યારે તરત જ વિશુદ્ધ યોગોની પ્રાપ્તિ થાય છે.
આ ઈષ્ટ પ્રાર્થના સ્વરૂપ પ્રણિધાન મુક્તાશુક્તિ મુદ્રાએ કરવાનું છે. પચકાસને નમુત્થણના પાઠમાં ધર્મચિ કથાનકનો અધિકાર : | સર્વ નગરીઓમાં શ્રેષ્ઠ ચંપા નામની નગરી છે. ચંપા નગરીના નગરજનો સૂર્યની જેમ કમલોપકારી હોવા છતાં પણ કમલોપકારી ન હતા અર્થાત્ સૂર્ય જેમ કમળને વિકસાવે છે તેમ તેઓ કમળ (શરીરના મળ)ને દૂર કરવા વાળા હતા, પણ કમલા - લક્ષ્મી ઉપર આદરભાવ વાળા ન હતા. •
ચંપાનગરીમાં ચૌદ વિદ્યાના પારગામી, સુપ્રસિદ્ધ અને એકબીજામાં સ્નેહભાવવાળા ત્રણ બ્રાહ્મણ ભાઈઓ હતા. સોમ, સોમદત્ત અને સોમભૂતિ તેમનું નામ હતું. તેમની પત્નીઓના નામ ક્રમે કરી નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી હતું.
એક દિવસ આખો પરિવાર એકઠો થયો. તેઓએ એકબીજાને કહ્યું કે આપણે આપણી સાત પેઢી સુધી પુષ્કળ ધન વાપરીએ તો પણ આપણું ધન ખૂટે તેમ નથી. આથી હવે આપણે એકબીજાના ઘરે કુટુંબ સાથે આનંદ, પ્રમોદ અને ભોજન કરી આપણો સમય પસાર કરવો.
આ વાતનો સહુએ સ્વીકાર કર્યો. ત્રણે ભાઈઓ એક એક દિવસ એકબીજાના