SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ' श्री सङ्घाचार भाष्यम् જઈશ અને મોહરાજા ન પ્રવેશી શકે એવા મોક્ષરૂપ કિલ્લામાં પ્રવેશ કરીશ.” સુલસરાજા આવા વિચારમાં આગળ વધ્યા. તેમની શુદ્ધ ભાવના રૂપ અમૃત દ્વારા તરત જ દાહની પ્રચંડવેદના શાંત થઈ. સુલસરાજાએ પોતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને શ્રી ધર્મઘોષસૂરિની પાસે દીક્ષા અંગીકાર કરી. ગ્રહણશીક્ષા અને આસેવન શિક્ષા શીખીને તેમણે આચાર્યપદને પણ પ્રાપ્ત કર્યું. તેઓ વિહરતાવિહરતા આ નગરમાં આવ્યા અને શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા તેમના સઘળા કર્મો નાશ થયા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. હે ચંદ્રરાજા! તે સુલસરાજા હું પોતે છું.” કેવળીભગવંતના મુખથી જ તેમનું જીવનચરિત્ર સાંભળીને ચંદ્રરાજા પ્રમોદભાવથી આનંદિત થઈ ગયો અને બોલ્યો, “પ્રભુ! મને આવું કેવળજ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે?” “સાંભળ ભાઈ ! આ ભરતમાં મિથિલા નગરી છે. તેના રાજા કુંભ અને રાણી પ્રભાવતી થશે. પ્રભાવતી રાણીની કુક્ષિ રુપી મેઘજલમાં મૌક્તિક મણિ સમાન મલ્લિનાથ પ્રભુનો જન્મ થશે. સ્ત્રીવેદ કર્મના ઉદયથી તેઓ સ્ત્રી રૂપે ઉત્પન્ન થશે. તેમનું લાંછન કુંભ હશે. તેમની કાયાની કાંતિ નીલરત્ન સમાન હશે. તેમના શરીરની ઉંચાઈ ર૫ ધનુષ્યની હશે. આ મલ્લિનાથ લગ્ન કર્યા વિના જ ૩૦૦ રાજાઓની સાથે પ્રવ્રજ્યા સ્વીકારશે અને થોડાક જ સમયમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. હે ચંદ્રરાજા તારો જીવ મિથિલા નગરીમાં મલ્લિનાથ પ્રભુની દેશના સાંભળીને દીક્ષા લેવા તૈયાર થશે. પિતાની આજ્ઞા લઈને તે મલ્લિનાથ પ્રભુની પાસે સંયમ સ્વીકારશે. એક દિવસ મલ્લિનાથ પ્રભુનું આલંબન લઈને અનાલંબન ધ્યાન કરતા કરતા તમને તરતજ કેવળજ્ઞાન પ્રગટ થશે.” સુલસ કેવળીના મુખથી સાંભળીને પોતાના સ્થાને ગયો. કેવલી ભગવંતે પણ અન્યત્ર વિહાર કર્યો. શ્રી ચંદ્રરાજાએ પોતાના પ્રાસાદમાં જિનેશ્વર પ્રભુનું જિનાલય બનાવ્યું. મનના આલંબન માટે જિનાલયમાં મલ્લિનાથ પ્રભુની પ્રતિમા પધરાવી. રાજા પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યો. પ્રતિદિન ત્રિકાળપૂજા કરીને આત્માને કૃતાર્થ માનતો પ્રભુની સ્તવના લાગ્યો. સ્તુતિ અષ્ટકઃ શ્રીવલ્ભૂ પતિ.... મનસ: પ્રયચ્છત. ૨૭થી ૩૫ શ્લોક. શ્રી ચંદ્રરાજા સ્તવનમાં, મૌનમાં, લોકસમુદાયની મધ્યમાં, વનમાં, રાત્રિમાં, દિવસમાં, બહારમાં કે ઘરમાં સર્વત્ર મલ્લિનાથ પ્રભુના ધ્યાનના આલંબનમાં સતત રત રહે છે. એક દિવસ રાજાએ પોતાના પુત્ર ઉપર નીતિપૂર્વક રાજ્યનો ભાર સ્થાપ્યો. સંયમનો સ્વીકાર કરી સૌધર્મ દેવલોકમાં પહોંચ્યા. દેવલોકમાંથી ચ્યવને મિથિલા
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy