________________
૧૪૨
श्री सङ्घाचार भाष्यम् કર્મની ગ્રંથીનો ભેદ કરનાર, સંપૂર્ણ દોષો માટે ઔષધ સમાન અને અવશ્ય ફળ આપનાર જિનેશ્વર પ્રભુને તેવી રીતે ધ્યાવો જેથી જિનેશ્વર પ્રભુ આપણી સામે જ ઉપસ્થિત હોય તેવું લાગે.
આ રીતે હરહંમેશ અભ્યાસ કરવાથી જિનેશ્વરપ્રભુના રૂપનો પ્રતિભાસ થશે, તેમના સ્વરૂપનો સાક્ષાત્કાર થશે, સંવેગ થવાથી કર્મનો ક્ષય થશે, ક્ષુદ્ર જીવોથી અલંઘનીય પશુ, પ્રતિઘાત ન થાય તેવું વચન, રોગાદિ શત્રુઓનું ઉપશમન, અર્થનો લાભ, પરમ સૌભાગ્યાદિ કીર્તિ અને મોક્ષ સુખ પણ શીઘ્ર હસ્તગત થશે. હે પ્રભુ! દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ, સમ્યકત્વનો લાભ અને સંસાર સાગરનો પાર પણ તારા પ્રભાવથી થાય છે.
આ પ્રમાણે ચૈત્યવંદનને અંતે પ્રણિધાન કરવું.
હે દેવદત્ત! આવી રીતે તું જો પ્રણિધાન કરીશ તો પૂર્વે કરેલા તારા પાપો શીઘ્ર નાશ પામશે.’
મંત્રીપુત્ર દેવદત્તે ‘ઈચ્છું’ કહી ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. મુનિ મહાત્માને નમસ્કાર કરી પોતાના પરિવાર સહિત પોતાના ઘરે ગયો અને ધર્મારાધના કરવા લાગ્યો. ધર્મના પ્રભાવથી તેને પૂર્વની જેમ રાજસન્માન આદિ પ્રાપ્ત થયા. ઘણા કાળસુધી તેણે ધર્મનું પાલન કર્યુ. એક દિવસ પિતાની આજ્ઞા લઈને દેવદત્તે સંયમ સ્વીકાર કર્યો. અંતે કાળ કરી કલ્પાધિપ સમાન ઋદ્ધિ વાળો દેવ થયો. ત્યાંથી ચ્યવીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રાજાની રાણી રેવતીની કુક્ષિએ સૌમ્યગુણ વાળો સોમ નામનો પુત્ર થયો. સોમ રાજપુત્રે કેવલી અવસ્થાને સાંભળી ૫૦૦ રાજપુત્રોની સાથે પાર્શ્વપ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પાર્શ્વનાથ પ્રભુએ આપેલ ત્રિપદીના પ્રભાવે સોમમુનિને દ્વાદશાંગરૂપ પુત્રનો જન્મ થયો. અંતે આ પાંચમા સોમ નામના ગણધર મોક્ષાદિને પામ્યા.
ચિત્તને ચમત્કૃત કરનાર મંત્રીપુત્ર દેવદત્તના ચારિત્રને સાંભળીને ભવ્યજીવોએ અન્ય વિનોદમાંથી પોતાના મનને ખેંચીને સુંદર રીતે જિનેશ્વર પ્રભુની કેવળી અવસ્થા ને ભાવવી. આ અવસ્થા અનુપમ સુખના સંચયને કરનાર છે અને દુષ્કર્મ રૂપ પર્વતને ભેદવા માટે વજ્ર સમાન છે.
ઈતિ કેવલી અવસ્થામાં દેવદત્તની કથા
-
સિદ્ધાવસ્થાની ભાવના
पलियंकुस्सग्गेहि अ जिणस्स भाविज्ज सिद्धत्तं ॥ गाथा - १२ उत्तरार्ध પર્યંકાસન અને કાઉસગ્ગ દ્વારા જિનેશ્વર પ્રભુની સિદ્ધાવસ્થાની ભાવના કરવી. આ ભાવના સુમતિ મહામંત્રીની જેમ વિચારવી.
પ્રશ્નઃ જિનેશ્વર પ્રભુની સિદ્ધાવસ્થા શા માટે પર્યંકાસન તથા કાઉસ્સગ્ગ દ્વારા જ
ભાવવી.
-