SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ श्री सङ्घाचार भाष्यम् સાર્થવાહ દેવશર્મા, નંદશેઠ તથા સ્કંદ એક દિશામાં ઝટપટ ભાગી ગયા. ત્રણે જણા નાશી જતા સાર્થ નાયક વિનાનો બની જવાથી ઘણા ભીલોએ સાર્થને લૂંટ્યો. ત્રણે જણા નંદીપુર નામના નગરમાં પહોંચ્યા. આ નગરમાં પહોંચી તેઓ પારકા ઘરોમાં કામકાજ કરી પોતાનું પેટ ભરવા લાગ્યા. એક દિવસ નંદિપુરમાં સાર્થવાહને ધનની સંખ્યા, નિશાની અને નકશા સાથે નિધાનનો કલ્પ મળ્યો. દેવશર્માનું હૃદય સરળ હતું. તેણે નંદશેઠને આ બધું બતાવી દીધું અને કહ્યું, તમારી મદદથી હું આ ધનનિધિને ગ્રહણ કરવા ઈચ્છું છું.' પિતાપુત્રે આ કાર્યમાં સંમતિ આપી. શુભદિવસે બલિવિધાન કરી તેઓ ભૂમિને જાણવા લાગ્યા. કળશનો કાંઠલો બહાર આવ્યો. બરાબર એ જ સમયે આ બધું ધન એકલાએ જ ગ્રહણ કરવા ઈચ્છાથી ઘણી માયા અને કપટબુદ્ધિ વાળો સ્કંદ મૂછ પામ્યો હોય તેમ આંખો બંધ કરી ધસ દઈને પૃથ્વીમાં પડ્યો. નંદ અને સાર્થવાહ બંને નિધિને મૂકી તરત જ પવનાદિ નાખવા લાગ્યા. ઉપાયો કરવા છતાં પણ સ્કંદની મૂછમાં કોઈ ફેરફાર ન થયો. નંદ તથા સાર્થવાહને પણ એવું લાગ્યું કે ધનભંડારના અધિષ્ઠાયક દેવે જ આ નિધિના ગ્રહણમાં વિઘ્ન આપ્યું છે. તેઓએ અધિષ્ઠાયકની ક્ષમાયાચના કરી નિધિ સ્થાનને ઢાંકી દીધું. નિધિસ્થાન ઢાંકી દીધા બાદ સ્કંદ સ્વસ્થ બની ગયો. સાર્થવાહ દેવશર્માએ સ્કંધને પૂછયું, હે ભાઈ! તને શું થયું?” પટી સ્કંદે કહ્યું, “જ્યારે આપણે નિધિ ખણતા હતા ત્યારે મને કોઈક મારવા લાગ્યો. એ સમયે મેં આ પ્રમાણે સાંભળ્યું કે નિરપરાધી આ સ્કંદને તમે શા માટે હણો છો? જો હણવો હોય તો જેણે ખણવાનો આરંભ કર્યો છે તે સાર્થવાહને જ હણોને.” આ સાંભળીને સાર્થવાહડરી ગયો. નિધિસ્થાનને છોડીને સાર્થવાહ પોતાના ઘરે જઈને સૂઈ ગયો. આ નાટક સ્કંદે કર્યું છે એવું જાણીને નંદશેઠ આનંદિત થઈ ગયા. સાર્થવાહને સુતેલા જાણી બંને બાપબેટો તે ઉત્તમ રત્નનાભંડારને ગ્રહણ કરીને પોતાના ગામમાં ચાલ્યા ગયા. સંપત્તિને લઈને આવેલા બાપબેટાને સ્વજનો અને નગરજનો મળવા આવ્યા. संपदि सपदि घटन्ते कुतोऽपि संपत्तिसहभुवो लोकाः । वर्षाभुनिवहा इव काले कोलाहलं कृत्वा ॥ જેમ ચોમાસાના સમયમાં દેડકાઓ ક્યાંયથી પણ આવીને કોલાહલ કરવા લાગે છે. તેમ સંપત્તિનું આગમન થતાં સંપત્તિની સાથે રહેનારા લોકો કોલાહલ કરતાં ક્યાંય થી પણ આવીને ટપકી પડે છે. પિતાપુત્ર બંને પોતાના ગામમાં ગયા. આ બાજુ સવારે સાર્થવાહ જાગ્યો અને જોયું તો બાપબેટો બંને દેખાયા નહિ. જરૂર લોભથી ચંચળ મનવાળા આ બંને જણા ધનને ચોરીને નાસી ગયા લાગે
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy