SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર श्री सङ्घाचार भाष्यम् ચિંતામણિ રત્ન જેવા છે. ચિંતામણિ રત્ન સદેશ નાથને મેળવીને શા માટે અમે બીજા સ્વામીને કરીએ? એવો કોણ હોય કે જે કલ્પવૃક્ષને મેળવીને પણ કેરડાના વૃક્ષને સેવે? અમે તો ત્રણે જગતના નાથ એવા પ્રભુને છોડીને હવે બીજાને પ્રાર્થના પણ નથી કરવાના. શું ચાતક ક્યારેય પણ વરસાદના વરસતા પાણીને છોડીને અન્ય જળની ઈચ્છા કરે છે ખરા? ભરત આદિનું કલ્યાણ થાય, પણ તમે શા માટે અમારી ચિંતા કરો છો? અમને જે મળવાનું છે તે પ્રભુ પાસેથી જ મળે. શા માટે અમારે બીજા પાસે માગવાની જરૂર? અમે જિનેશ્વર પ્રભુના વચનો સાંભળ્યા છે કે જે સ્થિર હોય છે તેને સંપત્તિ મળી જ જાય છે. તેથી અમે ઉત્સુક નહિ થઈએ, જેમ ઉત્સુક થયેલા પેલા મુગ્ધ માણસે મોરનો કાગડો બનાવી દીધો. ઉત્સુકતા ઉપર મુગ્ધ પુરુષનું દષ્ટાંતઃ એક પુરુષ હતો. તે જન્મથી જ નિધન હતો. બાલ્યવયમાં જ તેનાં માતાપિતા મૃત્યુ પામ્યા હતાં. તે સંપત્તિ માટે ઘણા સ્થાને ભટક્યો, પણ તેને સંપત્તિ મળી નહી. કહ્યું છે. દૂર વચ્ચફ પુરિસો હિયણ રિઝ સયત્નસુથ્વીરૂં 1 तत्थवि पुव्वकयाइं पुव्वगयाइं पडिक्खंति ॥ માનવ પોતાના હૃદયમાં સઘળા સુખોને મેળવવાની ઈચ્છા રાખી દૂર દૂર જાય છે, પણ તે સ્થાને તેની પહેલા પહોંચી ગયેલા અને પૂર્વભવમાં ઉપાર્જેલાં કર્મો તેની પ્રતીક્ષા કરતા હોય છે. આ નિર્ધન પુરુષ એક દિવસ એક જંગલમાં પહોંચી ગયો. ત્યાં એક પ્રાચીન દેવાલયમાં ઘણા ઉપવાસ કરી એક યક્ષરાજને પ્રસન્ન કર્યા. પ્રસન્ન યક્ષરાજે તેને સ્વપ્નમાં કહ્યું- “ભાઈ, અહીં દરરોજ એક મોર એક એક સોનાના પીંછાને મૂકીને જશે. તું આ પીંછાને એક એક કરીને ગ્રહણ કરજે. તું તેથી ધનાઢય થઈને સુખી થઈશ.” તે સ્વપ્ન દેખીને બેઠો થઈગયો. અરે ! આ શું? એવો વિચાર કરતો હતો ત્યાં પેલો મોર આવી પહોંચ્યો. ઘણીવાર સુધી મોરે નૃત્ય કર્યું અને એક પીંછાને મૂકીને તે ગયો. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. એક દિવસ પેલા પુરુષને વિચાર આવ્યો કે અહીં કેટલા સમય સુધી રહેવું? એના કરતા તો મોરના આ પીંછાઓને એક સાથે જ લઈ લઉં. આવો વિચાર કરી આ ગાંડાએ બીજે દિવસે મોર નાચી રહ્યાં બાદ જ્યાં બધાં જ પીછાં લેવા ગયો ત્યાં મોર કાગડો બનીને ઊડી ગયો. કહ્યું છે. અત્યાર સર્વવાર્યેષુ સ્વર #ાર્યવિનાશિની વરમાળા મૂર્વે મધૂરો वायसीकृतः॥
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy