SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૧૩ - સીમનગ પર્વતમાંથી નીકળવાનો સમય આવી ગયો ત્યારે વસુદેવેજિનમંદિરમાં પ્રભુની પુષ્પપૂજા કરી અને વંદન કરી ત્યાંથી પ્રયાણ આરંભ્ય. વૈડૂર્યમાલાના પિતાના નગર માતંગપુરમાં જઈને વૈડૂર્યમાલાની સાથે લગ્ન કર્યા. વિદ્યાધરોએ આ પ્રમાણે સ્તુતિ, પ્રદીપ આદિથી કરેલી અદ્ભુત પૂજાને સાંભળી વિક્નોનો નાશ, મોક્ષ તથા અભ્યદય કરનારી તીર્થંકર પ્રભુની પ્રદીપ પૂજાને કરો. આ પ્રમાણે સીમનગ પર્વતના ચૈત્યમાં પ્રદીપપૂજા, ત્રિપૂજા તથા કાઉસગ્ગ સ્તુતિ આદિનો પ્રબંધ કહ્યો. આ સાથે ચોથુ પૂજાત્રિક પૂરું થયું. અવતરણઃ પૂજા કરતાં કરતાં તીર્થકર પ્રભુની ત્રણે અવસ્થાઓને ભાવવી જોઈએ માટે હવે પાંચમું અવસ્થાત્રિક ગ્રંથકાર બતાવે છે. (૫) પાંચમું અવસ્થાનિક भाविज्ज अवत्थतियं पिंडत्थपयत्थरुवरहियत्तं । छउमत्थकेवलित्तं सिद्धत्थं चेव तस्सत्थो ॥ ११ ॥ ગાથાર્થ - પિંડસ્થપણું, પદસ્થપણું અને રૂપરહિતપણું એ ત્રણ અવસ્થા ભાવવી. આ ત્રણે વસ્થાનો અર્થ ક્રમે કરીને છઘસ્થપણું, કેવલીપણું અને સિદ્ધપણું છે. ટીકાર્ય ગાથાના અર્થ દ્વારા જ અવસ્થા ત્રિક સમજાઈ જાય છે. શાસ્ત્રમાં ચાર પ્રકારનું ધ્યાન કહેવામાં આવ્યું છે. કહ્યું છે. પતિ પ્રથમં પં, તતિ ધ્યેયં તત: પકા तन्मयः स्यात् ततः पिण्डे, रुपातीतः क्रमाद् भवेत् ॥ આ ગાળામાં પ્રથમ રુપસ્થ ધ્યાન બતાવવામાં આવ્યું છે. - પશ્યતિ પ્રથમ રુપ- પ્રભુના બિંબની સન્મુખ જતા પ્રથમ પ્રભુના રુપનું દર્શન થાય છે. પ્રભુના દર્શન થતાં સ્તુતિ આદિના પદો દ્વારા ધ્યેય એવા પ્રભુની સ્તવના કરવામાં આવે છે. સ્તવના કરતો કરતો ભક્ત પ્રભુમાં તન્મય બની જાય છે અને તન્મયતા આવતા અંતે રુપાતીત બની જાય છે. દેહમુક્ત બની જાય છે. અષ્ટપ્રાતિહાર્યાદિથી યુક્ત પ્રભુના બિંબનાં રૂપનું દર્શન કરવું તે રૂપસ્થ ધ્યાન, સ્તુતિ આદિ પદો દ્વારા ધ્યેય એવા પરમાત્માનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન, પ્રભુની 989ત્તમા રૂપ પિંડમાં તન્મય બની જવું અર્થાત્ પ્રભુની અનેક અવસ્થામાં મગ્ન થવું તે પિંડસ્થ ધ્યાન છે અને રૂપાતીત પ્રભુજીના ધ્યાનમાં મગ્ન બનવું તે રૂપાતીત ધ્યાન છે. આ પ્રમાણે સંક્ષેપમાં રૂપસ્થ આદિ ધ્યાનનો ક્રમ બતાવ્યો. પિંડસ્થ આદિ ચાર પ્રકારના ધ્યાનને સરળતાથી સમજાવી ભવ્ય જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિથી ગ્રંથકાર ચાર ધ્યાનનું સ્વરૂપ સમજાવે છે. (૧) પિંડસ્થા પૂજ્ઞાતિપુ હર્શ યથાસ્થમૂર્તિ બનાવવં મનHTI
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy