SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૦૭ વિમાનમાં ઉત્પન્ન થયા. આ બાજુ કસાઈપુત્ર અતિકષ્ટ દાવાનળમાં બળી જતાં મરીને અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયો. શ્રાવકધર્મની પ્રાપ્તિ બાદ રત્નાયુધ રાજાએ પોતાના રાજ્યમાં ચારે બાજુ અમારી પ્રવર્તાવી. રથયાત્રા તથા ખાજા, લાડું, દૂધ, દહીં, ઘી તથા ઓદન આદિથી અશનપૂજા, જલપાત્ર અથવા જલધારાથી જલપૂજા, ફળો શેરડી આદિથી ખાદિમ પૂજા તથા સોપારી, નાગરવેલના પાન અને ગોળ આદિથી કુંકુમના થાપા પુષ્પનો રાશિ આદિથી સ્વાદિમ પૂજા કરી ત્યારે પ્રકારના આહારથી પૂજા કરવા લાગ્યાં. માતા રત્નમાલા અને રત્નાયુધ રાજાએ પોતે સ્વીકારેલ શ્રાવક ધર્મનું ઉત્તમ પાલન કર્યું. ઘણા જીવોને અભયદાન આપી અને અંતે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી અય્યત નામના બારમાં દેવલોકમાં પુષ્પક અને નલિનીગુલ્મ નામના વિમાનમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળા મહાઋદ્ધિવાળાદેવ તરીકે ઉત્પન્ન થયા. આ બાજુ ધાતકીખંડમાં પશ્ચિમ મહાવિદેહમાં પૂર્વવિભાગમાં સીતાનદીની દક્ષિણ દિશામાં ઉત્તમ નીલકમળોથી સુશોભિત નલિન વિજય છે. અશોકા નામની નગરી છે. નગરીનારાજા અરિજય છે. સુત્રતા અને જિનદતા નામની શીલવતી તેમની રાણી છે. સુવ્રતાની કુક્ષીએ વીતભર નામનો પુત્ર થયો અને જિનદત્તાની કુક્ષીએ વિભીષણ નામનો પુત્ર થયો. વીતભય બળદેવ હતો અને વિભીષણ વાસુદેવ હતો. રત્નમાલા અને રત્નાયુધના જીવો દેવલોકમાંથી આવીને આ ભવમાં બળદેવ અને વાસુદેવ બન્યાં. બંને ભાઈઓએ અર્ધા વિજયને સાધી લીધું. વિશુદ્ધ શ્રદ્ધા, અપાર સુખ-સમૃદ્ધિ તેમને વરેલી હતી. વિરોધી લોકોને દબાવી લીધા હતા. તેઓ એક બીજાની સાથે સ્નેહના તંતુથી બંધાયેલા હતા. અંતે વાસુદેવવિભીષણ મૃત્યુ પામીને શર્કરા પ્રભા નારકીમાં એક સાગરોપમના આયુષ્યવાળોનારકથયો અને બળદેવવીતભયે સુવિહિત સાધુ મહાત્માની પાસેવ્રજ્યા સ્વીકારી. પ્રાંતે પાદપોપગમન અનશનસ્વીકારીલાતકકલ્પમાં આદિત્યાભ નામના વિમાનમાં સાધિક અગિયાર સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. વિભીષણ વંશા નારકીમાં પોતાનું આયુષ્ય પૂરું કરીને જંબુદ્વીપના ઐરાવતમાં અયોધ્યા નગરીમાં શ્રીવર્મ રાજાનો શ્રીદામ નામે પુત્ર થયો. શ્રીદામ એક દિવસ ફરી રહ્યો હતો ત્યારે વીતભય દેવે તેને પૂર્વભવના ભાઈના સ્નેહને કારણે પ્રતિબોધ આપ્યો. પ્રતિબોધ પામેલા શ્રીદામે અનંતકીજિન પાસે સંયમ ગ્રહણ કર્યું. ઉત્કૃષ્ટ પણે ચારિત્રનું પાલન કરી બ્રહ્મલોક દેવલોકમાં ચંદ્રાભ નામના વિમાનમાં કાંઈક ન્યૂન દશ સાગરોપમના આયુષ્ય વાળો દેવ બન્યો. કસાઈપુત્ર અતિકષ્ટ સાતમી નરકમાંથી નીકળીને ઘણા ભવો સુધી ભટક્યો.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy