________________
श्री सङ्घाचार भाष्यम्
૧૦૩ પણ તને તેમાં હર્ષ થાય છે.
અશનિવેગ હાથીના મૃત્યુબાદ એક વાનરે આ કુફ્ફટ સર્પને મારી નાખ્યો. દુઃખ પૂર્વક મરણ પામેલ આ સાપ પાંચમી નરકમાં સત્તર સાગરોપમ આયુષ્યવાળો નારક થયો.
પૂર્ણચંદ્રા! તારા મોટાભાઈ સિંહચંદ્ર રાજર્ષિ કાળધર્મ પામી નવમા સૈવેયકમાં પ્રીતિકર વિમાનમાં ૩૧ સાગરોપમના આયુષ્યવાળા દેવ થશે. પ્રીતિકર વિમાનમાં પોષહધારી શ્રાવકની જેમ બધા પ્રકારના વ્યાપારનો ત્યાગ કરશે. ઉત્તમ સાધુની જેમ નિદ્રા પ્રમાદ વિનાના થશે. વીતરાગીની જેમ પ્રિયાથી વિરહિત થઈને રહેશે.
નવમા ગ્રેવેયકમાંથી વીને સિંહચંદ્રદેવ ચક્રપુર નગરમાં ચક્રાયુધ રાજા થશે. પિહિતાશ્રવ મુનિ પાસે પ્રવ્રજ્યા સ્વીકારી મોક્ષ પ્રાપ્ત કરશે.
આ પ્રમાણે તારા મોટા ભાઈ સિંહચંદ્ર પ્રથમભવમાં સાર્થવાહ ભદ્રમિત્ર, બીજા ભવમાં સિંહચંદ્ર, ત્રીજા ભવમાં નવમા ગ્રેવેયકમાં દેવ અને ચોથા ભવમાં ચકાયુધ રાજા થઈ રાજ્યનો ત્યાગ કરી મોક્ષને પ્રાપ્ત કરશે.'
પૂર્ણચંદ્ર રાજા કેવલી રામકૃષ્ણાના મુખથી કેવલી રામકૃષ્ણા ઉપર સ્નેહ થવામાં કારણભૂત એવા ભવોની પરંપરા સાંભળી સંવેગભાવનાથી ભાવિત બન્યા. બારવ્રતને સ્વીકાર કરી કેવલીને વંદન કરી પોતાના પ્રાસાદમાં આવ્યા.
શ્રાવક ધર્મને પામેલા રાજા પૂર્ણચંદ્ર પ્રાતઃકાળમાં પંચોપચારી પૂજા, મધ્યાહ્નમાં અષ્ટપ્રકારી પૂજા અને પર્વદિવસોમાં સર્વોપચારી પૂજા કરવા લાગ્યા. પોતાની શક્તિને અનુસારે સામાયિક-પૌષધ આદિની આરાધના અને શ્રમણોને અન્નપાનનાદાન પૂર્વક નીતિના અનુસાર રાજ્યનું પાલન કરવા લાગ્યા.
પૂર્ણચંદ્ર રાજાએ જ્યારે અંતકાળ આવ્યો ત્યારે અણસણનો સ્વીકાર કરી મહાશુક્ર દેવલોકમાં અને વૈડૂર્ય વિમાનમાં દેશોન સત્તર સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા.
સાધ્વીજી રામકૃષ્ણા કેવલી પર્યાયને ઘણા વર્ષો સુધી પાળી અચળ, નિરોગી, અક્ષય અને જ્યાંથી પાછું ફરવાનું નથી એવી મોક્ષગતિને પામ્યા.
મહાશુક્ર દેવલોકનાદેવ પૂર્ણચંદ્રનું આયુષ્ય પુરુ થતાં ભરતક્ષેત્રમાં વૈતાઢચ પર્વત ઉપરની ઉત્તર શ્રેણિમાં મણિની પ્રભાને કારણે નિત્ય પ્રકાશિત રહેતા નિત્યાલોક નામના શ્રેષ્ઠ નગરમાં અરિસિંહ રાજા અને શ્રીધરા રાણીની પુત્રી તરીકે પૂર્ણચંદ્ર દેવે જન્મ ધારણ કર્યો. પુત્રીનું નામ યશોધરા પાડ્યું. યુવાવસ્થામાં પ્રવેશેલી યશોધરાના પ્રભંકરાપુરીના સ્વામી શ્રાવર્ત સાથે લગ્ન થયા.
યશોધરા પોતાના શ્વશુર ગૃહમાં પુષ્પ અને નૈવેદ્ય દ્વારા પ્રભુપૂજા કરવા લાગી અને સ્તુતિઓ દ્વારા વંદનાદિમાં તત્પર થઈ.
સિરિવિજ્જાણંદપરા... આદિ સ્તુતિઓ દ્વારા યશોધરાએ પ્રભુની સ્તવના કરી.