SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૯૫ नेच्छंति वंतयं भोत्तुं, कुले जाया अगंधणे ॥ અગંધન કુળમાં ઉપજેલા સર્પો (તિર્યંચ છતા એવા અભિમાની હોય છે કે કોઈને દંશ દેવા દ્વારા) વમેલા વિષને પુન ચૂસવા માટે ઈચ્છા પણ કરતા નથી. પણ કોઈ ગારુડી મંત્ર દ્વારા તે વિષને ચૂસાવવા પ્રયત્ન કરે તો) અતિસખત દુઃખે બચી શકાય એવા ધુમાડાવાળા અને જ્વાળાઓથી સળગતા હોય તેવા અગ્નિને ભેટવા (બળી મરી જવાનું) ઈચ્છે છે, પણ વમેલું વિષ પાછું ચૂસવા ઈચ્છતા નથી. અગંધન નાગનું વિષ અંગેઅંગમાં વ્યાપી જતા રાજા મૃત્યુ પામ્યો. ત્યારબાદ સિંહસેન રાજાના મોટા પુત્ર સિંહચંદ્રનો રાજ્ય ઉપર અભિષેક કરવામાં આવ્યો. શોકમાં ડુબેલી પોતાની પુત્રી રાણી રામકૃષ્ણાને ધર્મતરફ વાળવા માટે પ્રવર્તિની સાધ્વીજી શ્રી હીમતી ત્યાં આવ્યા. પ્રવર્તિની સાધ્વીજી શ્રી હીમતીજીની છ તુ સાથે તુલના જેમ વર્ષાઋતુ ઘનઘોર મેઘથી છવાઈ જાય છે (સુમેહ), મેઘની ઘટાટોપ પંક્તિથી ઢંકાયેલો હોવાના કારણે દોષાકર (ચંદ્રમા) રાત્રે દેખાતો નથી (વિટ્ટોસાયરા), તેમજ ઉડતી ધૂળ બેસી જાય છે (પાણીથી જમીન સાથે ચોંટી જાય છે, તેમ હુમતી સાધ્વીજી મહામેઘાવિની હતા(સુમેહ), તેમનું ચારિત્ર જીવન દોષથી કલંકિત ન હતું (વિટ્ટ વોસાયરા), તેમજ કર્મશત્રુઓ તેમનાથી દૂર ભાગતા હતા(રયર્સ) હીમતીશ્રીજી શરદઋતુના ચંદ્ર અને શ્વેત આકાશની જેમ સ્વચ્છ મનને ધારણ કરતા હતા. જેમ હેમંતઋતુમાં તેનો મહિમા (ઠંડીરૂપ) બીજા ઉપર છવાઈ જાય છે. ( વા પરમણિમા) અને કમળનો સમૂહ કરમાઈ જાય છે (વિડિયમનાયરી) તેમ હીમતી સાધ્વીજીનો મહિમા ચોમેર ફેલાયેલો હતો (ગંળી પરમદિમ) તથા તેમને લક્ષ્મી ઉપરનો આદર પણ ન હતો. (વિડિયમનીયરી) વસંતઋતુની જેમ કોયલના ટહુકા જેવા મધુર સ્વરોથી લોકોને તેમણે રંજિત કર્યા હતા.. ગ્રીષ્મઋતુ પોતાની ગરમીથી સહુને પરસેવાથી રેબઝેબ કરે (વયેવબંદુથા) તેમજ તેના પ્રચંડ તાપથી લોકો તપવા લાગે(૩તિવાહી)તેમ આ સાધ્વીજી મહાત્મા અનેકજીવોના કલ્યાણ કરનારા બન્યા હતા.(વિUવિયા) તેમજ ઉગ્ર તપ દ્વારા કાયાને તપાવવા લાગ્યા હતા. (૩તિવારા) આ પ્રમાણે સર્વઋતુઓના સમાન સ્વભાવવાળા સાધ્વીજીને વાંચવા માટે રાણી રામકૃષ્ણા પોતાના પુત્ર સાથે ત્યાં આવી. કોયલના કંઠમાંથી નીકળતા મધુરસ્વર જેવી વાણીથી સાધ્વીજી શ્રી હીમતીએ ધર્મદેશનાનું દાન કર્યું, હે વત્સ, સ્વચ્છ આશયવાળા અને મહાનસુખને આપનાર એવા ધર્મમાં પ્રમાદ કરી આપાતમધુર એવા અતિતુચ્છ સુખોમાં આસક્ત ન બન.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy