________________
૯૨
श्री सङ्घाचार भाष्यम्
ગમતી વસ્તુ સામે આવતા વિકસિત થાય છે અને અણગમતી વસ્તુ સામે આવતા કરમાઈ જાય છે.
વચ્ચે ધરણેન્દ્ર પ્રભુને પૂછી લીધું કે પ્રભુ! વિદ્યુદંષ્ટ્રને આપની ઉપર કેમ આવો દ્વેષ ઉભો થયો હશે?
‘હા, ભાઈ એજ કહુ છું, સાંભળ, આ જ ભરતક્ષેત્રમાં શ્રેષ્ઠનગરોમાં પણ આગળ પડતું સિંહપુર નામનું નગર છે. નગરજનો જેમ નિર્મળશીલથી યુક્ત છે તેમ તેમની પાસે ધન પણ પ્રચુર છે. આ નાગરિકો પારકી સ્ત્રીઓ ઉપર દૃષ્ટિપાત માત્ર પણ નથી
કરતા.
સિંહપુરનો રાજા સિંહસેન પ્રચંડ સેંકડો સૈનિકો રૂપી હાથીઓના કુંભસ્થળનું વિદારણ કરવામાં કુશળ સિંહ સમાન હતો. રાણીનું નામ રામકૃષ્ણા હતું. રામકૃષ્ણા, પોતનપુરેશ પૂર્ણભદ્ર મહારાજાના હીમતી મહારાણીના પુત્રી હતા. ચાર બુદ્ધિથી નિર્મળ સાગર સમા સુબુદ્ધિ નામના મંત્રી છે અને મહાવિભૂતિના સ્વામી શ્રીભૂતિ નામના પુરોહિત છે.
એક સમયે પદ્મિનીખેટ નામના નગરથી ભદ્રમિત્ર સાર્થવાહ સિંહપુર નગરમાં આવ્યો. તેનું મન વહાણવટામાં લાગેલ હોવાથી તેને વિચાર આવ્યો કે આ સાગર હરહંમેશ આવી પડતી મોટી આપત્તિઓની ખાણ સમાન છે. આ વહાણ જરૂરી સાંધા તથા છિદ્ર વગરનું છે. આ સંપત્તિ, પવનથી હાલકડોલક થતા કમળના દલ ઉપર લાગેલ પાણીના બિંદુની પેઠે ચંચળ છે. આ નિર્દય વિધાતા સુવ્યવસ્થાને નાશ કરવામાં અપૂર્વ સામર્થ્ય ધરાવે છે. વળી આપણે એવું કાઈ મહાન પુણ્યને ઉપાર્જ્ડ નથી કે જેથી હું સમુદ્રમાંથી પાછો ફરીશ ત્યારે મારી અવસ્થા સારી હોય. આથી મારે બધું જ ધન સાથે લઈ લેવું તે ઉચિત નથી. પરંતુ કોઈક જાણીતા અને વિશ્વાસવાળા કુટુંબમાં કાંઈક ધનને રાખવું જોઈએ.
આ પ્રમાણે ભદ્રમિત્રે વિચારીને પુરોહિત શ્રીભૂતિને પ્રાર્થના કરી. શ્રીભૂતિ ઉપર વિશ્વાસને ધારણ કરતાં ભદ્રમિત્રે પોતાની મુદ્રા લગાવીને પોટલીને શ્રીભૂતિના આવાસમાં સ્થાપી. ત્યારબાદ સમુદ્રના કાંઠા ઉપર પહોંચી વહાણને તૈયાર કર્યુ, સમુદ્રની પૂજા કરી. અને શુભદિવસે ભદ્રમિત્ર સાર્થવાહે પ્રયાણ કર્યું.
એક દિવસ સમુદ્રમાં મોજાં ઉછળવા લાગ્યા. સાગરના પાણીમાં આવર્તો થવા લાગ્યા. જાણે કે ભદ્રમિત્રના પાપના પ્રસાર સ્વરૂપ એવો તોફાની વાયુ ફૂંકાવા લાગ્યો. નીલગાય અને કાજળ જેવી કાળી વાદળાની હારમાળાઓથી આકાશતળ ક્ષણમાંતો ઢંકાઈ ગયું, જેમ કુપુરુષનો અપયશ ક્ષણવારમાંતો ચારેબાજુ છવાઈ જાય છે.
જેનાથી પોતાનું અસ્તિત્વ ઊભું થયું હોય તેને જ તરછોડી દે એવા અધીરપુરુષના ચારિત્રની જેમ ધીરતાની ધૂરાને એક બાજુ મૂકીને લુચ્ચા પુરુષોની જેમ ગરજતી