SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ श्री सङ्घाचार भाष्यम् પ્રભુજીનો પ્રક્ષાલ કરવો, સુગંધી તથા સુંવાળા વસ્ત્રથી પ્રભુના અંગોને લૂછવા, ઘનસાર (કપુર) કેશર આદિથી વિલેપન દ્વારા અંગરચના કરવી, ગોરોચના કસ્તુરી આદિના તિલક કરવા, ઉત્તમ રત્નો સુવર્ણ મુક્તાભરણ આદિ દ્વારા પ્રભુને શણગારવા, સુંદર વસ્ત્રો પહેરાવવા, ગ્રંથિમ(ગુંથેલા) વેષ્ટિમ (ફુલની માળાના ગોટા) પૂરિમ (પુષ્પની ટોપલી) સંઘાતિમ (પુષ્પ સમુહ) આ ચાર પ્રકારના વિકસિત પુષ્પો વડે માળા ટોડર (પુષ્પની કલગી), મુગટ, પાઘડી, પુષ્પઘર આદિની રચના કરવી, જિનેશ્વર પ્રભુના હાથમાં નાળિયેર, બીજોરુ, સોપારી, નાગરવેલના પાન આદિ મૂકવા. ભગવાનના દેહને ધૂપવો, સુગંધી વાસક્ષેપ નાખવો આદિ સર્વનો પણ અંગપૂજામાં સમાવેશ થાય છે. आगमः जिणपडिमाओ लोमहत्थएण पमज्जइ इत्यादि जाव विउलवट्ट વઘારિયમછવામ જ્હાવું રૂ- જિનપ્રતિમાઓને મોરપીંછીથી પ્રમાર્જવાથી માંડીને વિશાળ ગોળ આકારનો અને લટકી રહેલો આવા પ્રકારના પુષ્પમાળાના સમૂહને કરે છે. આ બધી પૂજાનો અંગપૂજામાં સમાવેશ થાય છે. બૃહદ્ભાષ્ય (ચેઈયવંદણ મહાભાસ) માં પણ કહ્યું છે કે ण्हवणविलेपनआहरणवत्थफुलगंधधूवपुप्फेहिं । किरइ जिणंगपुआ तत्थविहि एस नायव्वा ॥ સ્નાન, વિલેપન, આભરણ, વસ્ત્ર, ફલ, ગંધ, ધૂપ અને પુષ્પ દ્વારા જિનેશ્વરની અંગપૂજા કરવામાં આવે છે. જિનપૂજાનો વિધિઃ વત્થા વંધિળ નામ અહવા નન્હા સમાહી। વખૈયવં तु सया देहंमिवि कंडुयणमाई ॥ પ્રભુપૂજા કરતી વખતે વસ્ત્ર વડે નાક સુધી મોઢું બાંધવું અથવા (ઘણી જ અકળામણ થતી હોય તો) સમાધિ સચવાય તેમ મોંઢુ બાંધવું. શરીરમાં ઉપડેલી ખણજને ખણવી નહિ. (ચેઈયવંદણ મહાભાસ - ૨૦૧) અન્ય સ્થાને પણ કહેલું છે કે જિનેશ્વર પ્રભુને પૂજતા શરીરની ખણજ વર્જવી. સળેખમનો ત્યાગ ન કરવો અને સ્તુતિ-સ્તોત્રોને બોલવા. પૂજામાં ધ્યાન રાખવા જેવી બાબતઃ જિનાલયમાં મૂળ નાયકના બિંબની વિશેષ પૂજા કરવી એ અત્યંત ઉચિત છે. મૂળનાયકની વિશેષ પૂજા કરવાનું કારણ એ છે કે જિનાલયમાં આવનારા પ્રત્યેક માણસની પ્રથમ દૃષ્ટિ મૂળનાયક ઉપર પડે છે. અને મન પણ ત્યાં જ વધુ કેન્દ્રિત થાય છે. (આમ, પ્રત્યેક દર્શનાર્થીને વિશેષ રીતે પૂજિત મૂળનાયક ઉપર દૃષ્ટિ પડતા ભાવોલ્લાસ વધે છે.) શિષ્યઃ ગુરુદેવ! એક મૂળનાયકના પ્રતિમાજીની પ્રથમ પૂજાદિ કર્યા બાદ બીજા
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy