________________
ઔષ્ટિકમતોત્સત્રમાલવદેશોદ્ધારક પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિ પટ્ટાલંકાર-નૂતનતિથિપથોભૂલક-દેવસૂરતપગચ્છ સામાચારી સંરક્ષક-વાદિવિજેતા-શાસનકંટકોદ્ધારક પૂજય ગુરુવર્ય શ્રી હંસસાગરસૂરિ પાદપદ્મસેવી નરેન્દ્રસાગરસૂરિએ વિક્રમ સંવત ૨૦૫૮ના શ્રાવણ શુદિ પંચમીના દિવસે પરમપૂજય પ્રાતઃસ્મરણીયજિનશાસન સૌધસ્તંભાયમાન પૂ. મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ પ્રવર વિરચિતા “ઔષ્ટ્રિકમતોત્સુત્રપ્રદીપિકા' ગ્રંથનો અનુવાદ પૂર્ણ કર્યો છે અને આ અનુવાદની કોપી, પ્રેસકોપી, સંશોધન કોપીઓ કરવામાં ગચ્છાધિપતિ સ્વર્ગત પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ. ના શિષ્ય મુનિરાજશ્રી મહાભદ્રસાગરજીએ જે જહેમત ઉઠાવી છે તે ચિરસ્મરણીય રહેશે.
આ અનુવાદમાં છદ્મસ્થ સુલભતાદિ કારણે ગ્રંથકારના આશય વિરુદ્ધ કાંઈ લખાઈ જવા પામ્યું જણાય તો સુજ્ઞ વાચકો તે તરફ મારું ધ્યાન અવશ્ય દોરે એવી અભ્યર્થના.
| ઇતિ ઔષ્ટિકમતોસૂત્રપ્રદીપિકા ટીકાનો ગૂર્જર અનુવાદ સમાપ્ત છે