________________
८०
ઔષ્ટિકમતોત્સૂત્ર
ડ
'स्वाऽवधिं तच्च क्षेत्रे ऽ त्राग्रतो ऽ प्येभ्यो भविष्यति । चारित्रं, वज्रदुःप्रसहादिवत्
स्तोकेष्वप्येषु
un
અર્થ : તે ચારિત્ર પોતાની અવધિ સુધી આ ક્ષેત્રને વિષે=એટલે ગુજરાત આદિને વિષે અને એનાથી પણ આગળ થોડા એવા તપસ્વીઓમાં વજસ્વામી દુઃપ્રસહાચાર્યાદિની જેમ ચારિત્ર થશે.
‘આ તપસ્વીઓ વડે કરીને દીક્ષિત જે છે તે, ચારિત્રીઓ છે', આ પ્રમાણે બળાત્કારે પ્રાપ્ત થયું, અને આ થોડા તપસ્વીઓને વિષે પણ ચારિત્ર છે.' એવી અહીંયા શંકા ન કરવી કે બીજે બધે પણ અચારિત્ર છે.
આ એક જ ગચ્છની અંદર ચારિત્ર કેવી રીતે ઘટે વત્તેત્યાદ્િ’ જેવી રીતે પ્રભુ શ્રી વયર સ્વામીના શિષ્ય શ્રી વજસેન તે એકમાં પણ જેમ ચારિત્ર હતું તેવી રીતે. જેમ અલ્પપરિવારવાળા દુષ્પ્રસહાચાર્યને વિષે પણ ચારિત્ર થશે. તેથી કરીને ‘આ થોડાને વિષે પણ ચારિત્ર છે, એ સિદ્ધ છે.’ એ પ્રમાણે કહીને પોતાના જ ગચ્છની અંદર ચારિત્રની સ્થાપના કરનારાઓનું આ મોટું અસંગત વચન છે, અને તેથી તેનો ઉત્સૂત્રકંદકુદ્દાલનો તિરસ્કાર કર્યો જાણવો.
પોતે આશ્રય કર્યો છે તે ગચ્છની અંદર ચારિત્ર હોયે છતે તેનો અપલાપ ક૨વો, અને પારકાની અંદર ચારિત્ર ન હોવા છતાં પ્રલાપ કરવામાં મહાઉત્સૂત્રભાષીપણા વડે કરીને મહાપાતકીપણાની આપત્તિ આવતી હોવાથી.
અને આથી સિદ્ધ થાય છે કે આ ગ્રંથના કર્તા ચતુર્ભૂગીમાંના પહેલા ભાંગામાં વર્તતા છતાં, શુદ્ધમાર્ગનો આશ્રય કરેલો હોવાથી સમ્યગ્દષ્ટિ જ છે, અને આ ગ્રંથકારનું શુદ્ધ માર્ગાશ્રિતપણું પ્રવચનને અવિરુદ્ધ એવી શુદ્ધ પરંપરામાં આવેલી સામાચારીને આચરનારા તપાગચ્છની નિશ્રા સ્વીકાર્યપણું હોવાથી સુપ્રતીત જ છે.
વળી અતીત કાલને વિશે સાંપ્રતકાલનું સ્વરૂપ જેવું બતાવ્યું તેવું જ પ્રત્યક્ષ દેખાતું હોવાથી, યથોક્ત અર્થને પામવા વડે કરીને દિવ્ય પુરુષ વડે કરીને આ ગ્રંથ કરાયેલો હોય એવી રીતે આ ગ્રંથનું ખાતરીપણું હોવાથી, સાતિશયિક=અતિશયપૂર્વકના જ્ઞાનવાળા મહાત્માએ આ ગ્રંથ બનાવ્યો છે, એમ શ્રદ્ધા કરવી જોઈએ.