________________
૭૬
ઔષ્ટિકમતોત્સૂત્ર
ઠેકાણે દર્શન થતું ન હોવાથી તારા માટે શૂન્યવાદ એ જ શ્રેયસ્કર છે. વળી તારા અભિપ્રાય વડે કરીને તેનું જ વચન પ્રમાણ થાય છે કે જે પોતાની નિંદાપૂર્વક પારકાની પ્રશંસા કરનારો હોય'. એનું જે વચન તે તને પ્રમાણ થાય, એ પ્રમાણે હોયે છતે તારા વડે કરીને જ ઉત્સૂત્ર કંદકુંદાલાદિ ગ્રંથો પ્રમાણ નથી એવું બોલવું ન જોઈએ, પરંતુ ઉત્સૂત્રકંદકુદ્દાલ ગ્રંથ પ્રમાણ જ છે, પરંતુ ‘મારા વડે કરીને ઉત્સૂત્રકંદકુંદાલ પ્રમાણ નથી એમ જે બોલાયું છે તે અસત્ય છે’, એમ કહેવું જોઈએ, અને એમ જો તું કહે તો તારા ગળે જ મોજડી લાગે તેમ છે. અને તારા વડે કરીને પણ ઉત્સૂત્રકંદકુદ્દાલ પ્રમાણ તરીકે કહેવા વડે કરીને અમારું સમીહિત=ઇચ્છેલું સિદ્ધ થાય છે.
હવે તારા વડે કરીને જે બીજું કહેવાયું છે કે જે ગ્રંથની અંદર બંનેની પણ પ્રશંસા હોય તે ગ્રંથ અમોને માન્ય છે,' તે વાત પણ અસંગત છે, જે બંનેની પણ પ્રશંસા, તે બંને જે છે તે ‘અવિરુદ્ધ કે વિરુદ્ધ ?' એમ તું નક્કી કર. તેમાં પહેલામાં તો ઇષ્ટ આપત્તિ જ છે. કારણ કે ચોવીશે તીર્થંકર ભગવંતોનાં પ્રવચનોની જેમ અવિરુદ્ધ છે એવા અનેક આત્માઓની પણ અભેદ બુદ્ધિએ કરીને પ્રશંસાનો સ્વીકાર કરેલો હોવાથી.
હવે બીજો પ્રકાર જે ‘વિરુદ્ધ છે’ તેમાં એક માર્ગગામી, અને બીજો ઉન્માર્ગગામી હોવા વડે કરીને પરસ્પર બંને વિરુદ્ધ હોવાથી તે બંનેની પ્રશંસા કરવી તે લોક પ્રસિદ્ધિ વડે કરીને પણ બાધક છે. લોકને વિશે પણ કોઈ એવો મૂર્ખમુખ્ય નથી કે જે પરસ્પર વિરુદ્ધ હોય એવી વસ્તુની તુલ્યતાને જાણતો હોય કે બોલતો હોય ! વિષ અને અમૃત બંને તુલ્ય છે, એમ માને છતે વિષ ભક્ષણનો પ્રસંગ આવશે.
વળી આ પ્રમાણે ઉત્સૂત્રકંદકુદ્દાલ આદિ જે છે તેની પ્રમાણતા સ્વીકાર્ય જ છે, એકની પણ નિંદાનું તારા વડે કરીને નિરાકરણ કરાયેલું હોવાથી. બંને બાજુ તને ફાંસલો આવશે, એ રહસ્ય જાણવું.
હવે કોઈક મિત્રભાવે પૂછે છે કે હે ભાગ્યશાળી ! ખરેખર પોતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું ઉત્થાપન એ વડે કરીને બધાઓને માટે સરખું હોયે છતે આ માર્ગ સત્ય છે કે આ માર્ગ સત્ય છે ? એનો નિર્ણય કેવી રીતે કરી શકાય ? જ્યારે આમ પૂછે ત્યારે તેને કહેવું કે હે મિત્ર ! તું લોકવ્યવહારને પણ જાણતો નથી, લોકને વિશે પણ કોઈપણ વસ્તુનું પરીક્ષણ વેચનારની