________________
૭૦
ઔષ્ટિકમતોત્સત્રઆદિનું જે ગ્રહણ કરવું તેનો જે નિષેધ કરવો આદિ ન્યૂન ક્રિયા પ્રરૂપણ આદિ ઉત્સુત્રો ઓઘનિયુક્તિ આદિ ગ્રંથોની સાથે વિરુદ્ધ છે. એ પ્રમાણે પોતાની બુદ્ધિથી જાણી લેવાં.
એ પ્રમાણે તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ઉ. ધર્મસાગરગણિ વિરચિત ઔષ્ટ્રિક મતોત્સુત્ર પ્રદીપિકામાં ઔષ્ટ્રિક ઉત્સુત્રોને આગમસાક્ષીએ ખુલ્લા કરવાપૂર્વક તે ઉત્સુત્રોનો તિરસ્કાર રૂપ બીજો અધિકાર પૂર્ણ થયો.
હવે ત્રીજો અધિકાર હવે દુર્જનોના વચનોને સાંભળીને અરિહંત આદિની હીલના વડે કરીને જેમણે સમ્યક્તને છોડી દીધેલું છે, તેઓને ફરી સમ્યક્તના આરોપણનો પ્રકાર જણાવીએ છીએ.
તેમાં પહેલાં સમ્યક્તના પરિત્યાગને ભેદથી જણાવે છે, સમ્યક્તનો પરિત્યાગ બે પ્રકારે છે. આશાતનાજન્ય અને બીજો કષાય આદિના ઉદયજન્ય, તેમાં પણ જો કે કષાય આદિનો ઉદય હોયે છતે જ આશાતનાનો સંભવ હોવાથી, સમ્યક્ત પરિત્યાગનો એક જ પ્રકાર યુક્ત છે.
તો પણ ગૌણ અને મુખ્યના ભેદે કથન હોવાથી બે ભેદ જણાવ્યા છે. કારણકે કેટલાકો આશાતનાને આગળ કરીને સમ્યક્તને વમતાં હોય છે, અને કેટલાકો કષાય આદિના ઉદયથી સમ્યક્તને વમતાં હોય છે, અને આશાતના તે અરિહંત આદિના ભેદે કરીને અનેક પ્રકારની છે તેમજ બોધિદુર્લભતાના હેતુભૂત છે, સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે –
'पंचहि ठाणेहि जीवा दुलहबोहित्ताए कम्मं पकरंति, तं. अरिहंताणं अवण्णं वदमाणे, अरिहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झायाणं अवण्णं वदमाणे, चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे, विविक्कतवबंभचेराणं देवाणं अवण्णं वदमाणे 'त्ति ।
પાંચ સ્થાનને વિશે જીવો બોધિદુર્લભતા કર્મને ઉપાર્જન કરે છે. તે આ પ્રમાણે છે :
૩ો
છે.
•