________________
६८
ઔષ્ટ્રિકમતોત્સત્રઅને આ અર્થમાં ગર્ભાપહાર કલ્યાણકની વિધિની વાતમાં જે કોઈ અસહિષ્ણુ હોય તે બોલો, એ પ્રમાણે સ્કંધ અફળાવવા પૂર્વક–ખંભો ઉછાળવાપૂર્વક સકલ લોક પ્રત્યક્ષ પ્રકાશિત કરેલ ! કે જે વિધિ બાકીના અજ્ઞાત સિદ્ધાંતરહસ્યોવાળા બીજા આચાર્યોની દષ્ટિમાર્ગમાં તો નહિ પણ શ્રવણપથમાં પણ નહોતું આવ્યું, તે જિનમતને જાણનારા એવા અર્થાત્ ભગવાનના પ્રવચનના વેદી વડે કહેવાયું ! એમ ગણધર સાર્ધશતકના ૧૫૯મા પાને કહેવાયું છે. જેથી કરીને આ ઉત્સુત્રને આશ્રીને તે જિનદત્તનો કોઈ પૂર્વજ નથી, કારણકે ગુરુ ઉપદેશ સિવાય જે તેણે પ્રકાશન કરેલું હોવાથી, એ પ્રમાણે જે જે ઉસૂત્રો પ્રરૂપાય તેને આશ્રીને જે જે ઉત્સુત્રના પહેલા પ્રકાશક છે તે ઉસૂત્રને આશ્રીને તે ઉસૂત્રનો પ્રકાશ પૂર્વજરહિત છે, એમ જાણવું અને તેના જે શિષ્યો હોય તેનો તે ઉસૂત્ર પ્રકાશક જ “પૂર્વજ થાય છે. તે સ્વયં જાણી લેવું. તેના * લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વ સ્વરૂપ, પ્રાયઃ કરીને પ્રવચનના જાણકારોને પ્રતીત જ છે, માટે અહીંયા એનો વિસ્તાર કરતાં નથી. /રા
હવે સાંગરીક આદિનું વિદલપણું છે એવી પ્રરૂપણા તો'जंमि उ पीलिज्जंते नेहो न हु होइ बिंति तं विदलं । विदले वि हु उप्पण्णं नेहजुअं होइ नो विदलं ॥३॥
જેને પીલતાં તેલ ન નીકળે અને બે દલ હોય (ફાડચાં) તેને વિદલ જાણવું. વિદલમાં પણ ઉત્પન્ન થયું હોય પણ સ્નેહયુક્ત હોય તો તે વિદલ નથી.” એ પ્રમાણેની પરંપરાગત સર્વસંમત એવા આચાર્યના વચનથી વિરુદ્ધ છે.
પષિત=વાસી, વિદલ, કઠોળ અને પૂરી આદિનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધવિધિ-બૃહત કલ્પસૂત્રવૃત્તિ સાથે વિરુદ્ધતાવાળી વાત છે, કારણ કે ગ્રંથોમાં વાસી એવો વિદલ-પૂરી આદિ અને કેવલ રાંધેલા ચોખા આદિ અને તેવી રીતનું બીજું પણ ક્વથિત=કહોવાઈ ગયેલું અન્ન આદિ અને વિઘારેલો ભાત આદિ તેમજ બગડેલ પક્વાન્ન આદિ અભક્ષ્યપણા વડે કરીને વર્જનીય છે. એ પ્રમાણે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે તેવી રીતે -
-જૂરી આદિ અને ઉજવતાવાળી વાતોનું ગ્રહણ