________________
ઔષ્ટ્રિકમતોત્સત્રજ સામાયિકનો ઉચ્ચાર કરવો યુક્ત છે” એ પ્રમાણે કુયુક્તિ ઉદ્ભવાવે છે, અને તેમ કહેનારે પૌષધ-ચારિત્ર આદિના ઉચ્ચારમાં પણ એ પ્રમાણે કરવું જ જોઈએ, કારણકે તેમાં પણ એવા પ્રકારના કારણોનો સંભવ હોવાથી. ઈત્યાદિ પ્રતિબંદી દોષ વડે કરીને જ તેનો તિરસ્કાર કરી નાંખવો, અને જે પછી ઇરિયાવહિયં પડિક્કમવામાં આવશ્યક ચૂર્ણિ આદિનું દર્શન કરાવે છે તેઓ તે આવશ્યચૂર્ણિ વડે કરીને જ તિરસ્કાર કરવાલાયક છે. કારણ કે ત્યાં જાવ સંદૂપyવાલામિ' એ પ્રમાણે કરીને ગફ ફારૂં મલ્થિ તો પઢમં વતિ | એટલે કે યાવત્ સાધુની પર્યાપાસના કરું છું. એ પ્રમાણે કરીને જો ચૈત્ય આદિ હોય તો પહેલાં વંદન કરે, એ પ્રમાણેના આલાવામાં સામાયિક ઉચ્ચર્યા પછી તુરત જ ચૈત્યગમન કહ્યું છે, અને ત્યાંથી આવીને ઇરિયાવહિય પડિક્કમવી, અને તે ઇરિયાવહિયં સામાયિક સંબંધીની થતી નથી તે જાણી લેવું. અહીં ઘણી ઉક્તિઓ મારી બનાવેલી તત્ત્વતરંગિણીમાંના સભ્યાશંકાનિરાકરણવાદથી જાણી લેવી. ૧
ચૌદશના ક્ષયે પૂનમનો સ્વીકાર કરવો અને ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે પહેલી ચૌદશનો સ્વીકાર કરવો, તે પરંપરાગત એવા ઉમાસ્વાતિ વાચક મહારાજ આદિના વચનોની સાથે વિરુદ્ધ છે. ઉમાસ્વાતિ વાચક મહારાજનું વચન આ પ્રમાણે છે :
'क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं, ज्ञेयं लोकानुसारतः ॥१॥
અને સમસ્ત જ્યોતિષ શાસ્ત્રની સાથે પણ વિરુદ્ધ છે. અહીંયા ઉક્તિઓ ગ્રંથાંતરથી અથવા તો તત્ત્વતરંગિણીથી જાણી લેવી. /ર-all
હવે મહિનાની વૃદ્ધિમાં પહેલો માસ પ્રમાણ તરીકે સ્વીકારવાની વાત નિશીથચૂર્ણિ-દશવૈકાલિક વૃત્તિ આદિની સાથે વિરુદ્ધ છે. કારણ કે તેમાં=ને ગ્રંથોમાં ભાદરવા સુદ ચોથને દિવસે જ પર્યુષણાકૃત્ય કહેલું છે, અને વધેલો માસ કાલચૂલા તરીકે કહેલ છે, અહીંયા પણ ઘણી ઉક્તિઓ, ગ્રંથ ગૌરવના ભયથી લખતો નથી, એથી કરીને ગ્રંથાંતરથી જાણી લેવી અને કેટલીક તો તત્ત્વતરંગિણીમાં મારા વડે કહેવાયેલ છે, એ પ્રમાણે જાણવું. પા