________________
પ્રદીપિકા
૬૧
વિચ્છેદ થતે છતે જ કેવલ આગળના ગુણસ્થાનવર્તિ જે વિધિ છે તે ઉચ્છેદ થાય, જેવી રીતે કેવલજ્ઞાનની સામગ્રીનો વિચ્છેદ થયે છતે જ ક્ષાયિક સમ્યક્ત્વની સામગ્રીનો વિચ્છેદ થાય છે. મા
પૌષધિકોને મધ્યાહ્ન કાળ સિવાય દેવવંદનનો નિષેધ તો શ્રાવકના આચારના પ્રકાશક એવા સર્વગ્રંથોની સાથે વિરુદ્ધ છે. જેથી કરીને જધન્યાદિ શ્રાવકોની નિયત કર્તવ્યતામાં ત્રણેય સંધ્યાએ જિનપૂજા અને ચૈત્યવંદન આદિ કહેલું છે, મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં જણાવેલ છે
'अज्जप्पभिई जावज्जीवं तिकालिअं अणुदिणं अणुत्तावलेगग्गचित्तेणं चेइए वंदिअव्वा, इणमेव सो मणुअत्ताओ असूइअसासयखणभंगुराओ सारंति । तत्थ पुव्वण्हे ताव उदगपाणं न कायव्वं जाव चेइए साहूए न वंदिए, तहा मज्झहे ताव असणकिरियं न कायव्वं जाव चेइए न वंदिए, तहा अवरण्हे चेव तहा कायव्वं जहा अवंदिएहिं चेइएहिं नो संज्झाकालं अइक्कमेज्ज ! एवं च अभिग्गहबन्धं काऊण जावज्जीवाए ताहे अ गोअमा ! एयाए चेव विज्जाए अभिमंतिआओ सत्तट्ठगन्धमुट्ठिओ तस्सुत्तमंगे नित्थारगपारगो भवेज्जासित्ति उच्चारेमाणेणं गुरुणा घेत्तव्वाउत्ति'
અર્થ : આજથી માંડીને જાવજજીવપર્યંત હંમેશને માટે ત્રણ કાલ ધીરજથી અને એકાગ્રચિત્તે ચૈત્યને વાંદવા, આ જ અશુચિ-અશાશ્વત-ક્ષણભંગૂર એવા મનુષ્ય જન્મનો સાર છે, તેમાં પૂર્વાહ્ન કાલે-જ્યાં સુધી ચૈત્યને અને સાધુને ન વંદાય ત્યાં સુધી પાણી પણ પીવું ન પે, તેવી રીતે મધ્યાહ્નકાલે જ્યાં સુધી ચૈત્ય અને સાધુને ન વંદાય ત્યાં સુધી અશન ક્રિયા નહિ કરવાની, એવી જ રીતે અપરાહ્નકાલે-ચૈત્યને વાંઘા સિવાય-સંધ્યા ન અતિક્રમવી. અને એ પ્રમાણે જાવજજીવને માટે અભિગ્રહ બંધ-ઉચ્ચરીને ત્યાર પછી હે ગૌતમ ! આ જ વિદ્યાથી અભિમંત્રિત એવી સાત-આઠ ગંધમુખીઓ એના ઉત્તમાંગે ‘નિત્યારગ પારગો ભવ' એ પ્રમાણે બોલવાપૂર્વક નાંખવી, અને તે વાત આગમના અવિરોધ કરીને પૌષધિકોને પણ યુક્ત જ છે. અને જે ચૈત્યવંદનોની સાત સંખ્યાના ભંગની ભીતિએ કરીને ઉભય સંધ્યાકાલના દેવવંદનને છોડી