________________
પ્રદીપિકા
પ૯
માસકલ્પ આદિના વિચ્છેદની વાત, શ્રી સ્થાનાંગસૂત્ર આદિની વિરુદ્ધતાવાળી વાત છે, તેથી કરીને તે સ્થાનાંગસૂત્રમાં : पंचविहे उवघाए पं. त्तं. उग्गमोवघाए, उप्यायणओवघाए, एसणोवघाए, परिकम्मोवघाए परिहरणोवघाएत्ति ।
પાંચ પ્રકારનો ઉપઘાત કહેલો છે, તે આ પ્રમાણે : ૧. ઉગમ ઉપઘાત, ૨. ઉત્પાદના ઉપઘાત, ૩. એષણા ઉપઘાત, ૪. પરિકમ ઉપઘાત અને ૫. પરિહરણોપઘાત. તેમાં પરિહરણોપઘાત પદની વૃત્તિમાં “વસતિ પણ માસચાર માસ ઉપર કાલાતિક્રાંત’ એ પ્રમાણે કહેલું છે. અને તેવી જ રીતે બે મહિના, બે ચોમાસા નહિ છોડીને ફરી તે સ્થાને રહેવામાં ઉપસ્થાન થાય છે.
તેમાં વિચારવાનું એ છે કે જો માસકલ્પ વિચ્છિન્ન થયેલો હોત તો વૃત્તિકારે કાંઈક વિશેષ લખ્યું હોત, પરંતુ તેવું લખ્યું નથી, પરંતુ માસથી વધારેની સ્થિતિમાં વસતિ હણાય છે એમ લખ્યું છે !
વળી નિત્યવાસના લંપટી એવા જિનદત્ત આચાર્ય વડે કરીને જેમ માસકલ્પ વિચ્છેદ થયો છે એમ જે કહેવાયું તેવી રીતે શીતલ જલ આદિના પરિભોગવડે કરીને શાતાગારવાની લપટ્યતા હોવાથી વર્તમાન ચારિત્ર પણ વિચ્છિન્ન છે એમ કહીને તે લોકો ! “હું ચારિત્રી નથી એમ કેમ ન કહ્યું? Iઝા
છ8-અઠમ આદિ તપનો સળંગ ઉચ્ચારનો નિષેધ કરે છે તે કલ્પસૂત્ર આદિની સાથે વિરુદ્ધતાવાળો છે, કારણ કે સંલગ્ન ઉચ્ચારના અભાવે છ8 અઠ્ઠમ આદિ તપ નિમિત્તે ગુરુની આજ્ઞા માંગવાનું વ્યર્થતા પામે છે. હંમેશા એક ઉપવાસની આજ્ઞાનું સફળપણું હોવાથી.
તેવી જ રીતે “આ સાધુ છતપવાળો છે, આ સાધુ અઠ્ઠમ તપવાળો છે ઇત્યાદિનો વ્યવહાર પહેલાં દિવસે ન થાય, પરંતુ હંમેશા જુદો જુદો ઉપવાસ કરવાથી “આ ઉપવાસી છે' એવો વ્યવહાર કરવો તે શ્રેષ્ઠ છે, અને તેવી રીતે ચોમાસી પ્રતિક્રમણમાં છટ્રેણં, એ પ્રમાણે ગુરુ મહારાજનું વચન હોવાથી, શિષ્ય વડે કરીને ક્યારે પણ “તપ કર્યો છે એવું કહેવાનું નહિ થાય, પરંતુ તહત્તિ એ પ્રમાણે કહેવાનું થશે, અને તે અયુક્ત છે. એ પ્રમાણે પોતે વિચારી લેવું.