SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જ વિક્રમની તેરમી - આ પ્રkrI ચૌદમી શતાબ્દિમાં M. TO P ઉત્પન્ન થયેલા દસ કુમતવાદીઓએ પોતાના પરિબળના જૂથે કરીને પોતપોતાના કુમતોને ચગાવવામાં જરાય પાછી પાની કરી ન હતી. તેવામાં વિક્રમની ૧૭ મી શતાબ્દિમાં જૈનશાસનના તથા તપાગચ્છના - પુણ્યપ્રાગુભારને લઇને તપગચ્છમાં અનેકાનેક પ્રકાંડપંડિતો અને મુનિઓ થયા. તેઓમાં પણ શાસનના કમભાગ્ય અને કીર્તિલાલસાના કારણે તે તપગચ્છના પ્રકાંડ પંડિત મુનિઓ, ઉપાધ્યાય આદિએ પણ પોતાની બુદ્ધિનો સદ્ભય કરવાપૂર્વક તે તે કુમતવાદીઓને પરાભવિત કરીને જૈન તપગચ્છનો વિજયધ્વજ ફરકાવવાને બદલે તે તે કુમતવાદી એવા ખરતર-પૂનમીયા-આંચલીયા- ત્રણ થોયા- દિગંબરસાઈપૂનમીયા-કડવામતી-વીજામતી-લોકાગચ્છીય સાધુ અને શ્રાવકો આદિની સાથે મિત્રાચારીથી વર્તવાનું રાખેલ હતું. અને સ્વસમુદાયમાં બાંયો ચડાવવાપૂર્વક એકબીજાને યેનકેન પ્રકારેણ પાછા પાડવાની પદ્ધતિ અપનાવવામાં દુરુપયોગ બહુધા કર્યો હતો તેમ જણાય છે. છે તેવામાં ભગવાન મહાવીરદેવ સ્થાપિત તીર્થ, ૨૧૦૦૦ વર્ષ યાવત્ દુષ્યસભાચાર્ય સુધી અવિચ્છિન્ન ચાલવાનું જ છે.” એ ટંકશાલી વચનને સત્ય કરી બતાવવા માટે જ અવતર્યા ન હોય તેમ તે વિક્રમની ૧૬ મી શતાબ્દિમાં જૈન શાસન પ્રાસાદના મજબૂત સ્તંભ સમાન એવા પૂજય મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ થયા ! કે- જેઓના રોમેરોમમાં જૈનશાસન, તપગચ્છની અવિચ્છિન્ન સામાચારીનું રક્ષણ કરવાનું જ પ્રસરેલું હતું. તેઓએ તે વખતના ખરતર-પૂનમીયા-આંચલીઆ-ત્રણ થોયા અને લોંકા આ પાંચના પ્રચંડ તાંડવની સામે એકલા હાથે મરણીયા બનીને લડત આપી હતી ! તે વખતે તે પાંચેય કુમતવાદીઓના પરિબળમાં ‘કુહાડીમાં હાથા” ની જેમ માન-કીર્તિ ભૂખ્યા એવા તપગચ્છના સાધુઓએ પણ સૂર પૂરાવવામાં અને મહામહોપાધ્યાયને બેઇજ્જત કરવા માટે કોઇ કમીના રાખી નથી !! એમ ૧૭-૧૮ મી શતાબ્દિનો ઇતિહાસ આજે પણ સાક્ષી પૂરી રહેલ છે....
SR No.022061
Book TitleAushtrikmatotsutra Pradipika Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
PublisherShasankantakoddharsuri Jain Gyanmandir
Publication Year2003
Total Pages104
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy